નવી દિલ્હીઃ  Weight Loss Tips: શરીરનું વજન વધારે હોય તો બધાને તે ખરાબ લાગે છે. આપણા સ્વાસ્થ્ય માટે પણ વધારે વજન સારૂ નથી. આ કારણ છે કે વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ પ્રયાસો કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જિમ ગયા વગર તમે તમારૂ વજન ઘટાડી શકો છો. જાણો તે 4 ટિપ્સ જેને દરરોજ ફોલો કરી તમે તમારા શરીરમાંથી વધારાના ફેટ હટાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેલ્ધી ડાયટ ઘટાડશે તમારૂ વજન
હેલ્ધી ડાયટનો વજન વધારવા અને ઘટાડવામાં મહત્વનો રોલ હોય છે. સવારે નાસ્તામાં ફાઇબર અને પ્રોટીનથી યુક્ત વસ્તુ ખાવી જોઈએ. તે શરીરને એક્ટિવ રાખે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ડોક્ટરોનો મત છે કે વજન ઘટાડવા માટે સુગર યુક્ત ખાદ્ય પદાર્થનું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે મીઠી વસ્તુ જીભને તો સારી લાગે છે, પરંતુ તેમાં કેલેરીની માત્રા જબરદસ્ત હોય છે. જેના કારણે વજન ઝડપથી વધે છે.


તેની જગ્યાએ લીલા શાકભાજી, સીઝનલ ફળ અને તાજું ભોજન સમય પર કરો. તેનાથી શરીર સારૂ રહે છે અને એનર્જી લેવલ પણ હાઈ રહે છે. ચીટ મીલ જેમાં પિઝા, સ્ટ્રીટ ફૂડ જેવી પ્રોડક્ટ આવે છે તેને તમે તમારા ડાયટમાંથી હટાવી દો.


7થી 8 કલાક ઊંઘ લો
આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ પણ સારી ઊંઘને શરીર માટે જરૂરી માને છે. આયુર્વેદ પ્રમાણે અપર્યાપ્ત ઊંઘથી થાક, તણાવ જેવી સમસ્યાઓ થાય છે. નીંદર જેનાથી હોર્મોન પ્રભાવિત થાય છે પછી ભૂખ વધે છે. તેથી આયુર્વેદ કહે છે કે વજન ઘટાડવાનો વિચાર આવે તો દરરોજ 7-8 કલાક ઊંઘ લો. સારી ઊંઘ અનેક સમસ્યાઓ દૂર કરે છે. 


આ પણ વાંચોઃ દરરોજ ઘી ખાવાથી થાય છે આ 7 ફાયદા, શું તમે જાણો છો?


દરરોજ ફિઝિકલ એક્ટિવિટી કરો
શરીર માટે સારા ડાયટની સાથે તેનું પાચન પણ ખુબ જરૂરી છે. તેથી વર્કઆઉટ અને ફિઝિકલ એક્ટિવિટીની ભૂમિકા વધી જાય છે. તે એક્સ્ટ્રા ફેટ ઘટાડવામાં હંમેશા ખુબ મદદ કરે છે. ડેલી મોર્નિંગ વોક, યોગ, સાઇકલિંગ અને રનિંગ જેવી એક્ટિવિટી વજન ઘટાડવામાં મદદ કરે છે. 


નિયમિત સમયે પાણી પીવો
સંતુલિત વોટર ઇનટેક પણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. વેટ લોસમાં પાણી ગજબનું કામ કરે છે. તે હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. આમ તો પાણીથી સારૂ કંઈ નથી છતાં રાત્રે સૂતા પહેલા હર્બલ ડ્રિંક્સનો ઉપયોગ મેજાબોલિઝ્મ બૂસ્ટ કરે છે, જેનાથી શરીરના ફેટ ઘટે છે. તમે હર્બલ ડ્રિંક્સ તરીકે લેમન વોટર અને ગ્રીન ટીનો ઉપયોગ કરી શકો છો. 


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.