Health Tips: આયુર્વેદ દુનિયાની સૌથી જૂની ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદ અનુસાર ભોજન દવાની જેમ હોય છે. તેનાથી ભુખ શાંત થાય છે અને શરીર પણ એક્ટિવ રહી યોગ્ય રીતે કામ કરે છે. તેનાથી પોષણ પણ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આયુર્વેદમાં ગંભીર બીમારીઓને મટાડવા માટે પણ જડીબુટ્ટીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે આ વસ્તુઓ ઘરમાં સરળતાથી મળી રહે છે. આ વસ્તુઓના ગુણ એવા છે કે આયુર્વેદમાં તેને શરીર માટે અમૃત સમાન કહેવામાં આવી છે. આ વસ્તુઓનું સેવન કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. આજે તમને આ 5 વસ્તુઓ વિશે જણાવીએ અને તેનાથી થતા લાભ વિશે પણ જાણકારી આપીએ. 


આ પણ વાંચો: અચાનક ખાંડ ખાવાનું સાવ છોડી દેવું પણ જોખમી, શરીર પર થાય છે ગંભીર અસરો


આમળા


આમળા વિટામીન સી થી ભરપૂર હોય છે અને તે શરીરને ડીટોક્ષ કરવામાં મદદ કરે છે. હમણાં ખાવાથી આંખ સ્વસ્થ રહે છે અને ત્વચા પર વધતી ઉંમરની અસર દેખાતી નથી. આમળા શ્વાસના રોગી અને હૃદય રોગીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. આમળા ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. 


આ પણ વાંચો: લોહીમાંથી સુગરને ચૂસી લેશે શાકના બીમાંથી બનતો આ લોટ, આજથી જ ડાયટમાં કરી લો સામેલ


ઘી 


આયુર્વેદમાં ઘીને એક મહત્વપૂર્ણ ઔષધી માનવામાં આવે છે. ઘી પાચનમાં સુધારો કરે છે અને સાથે જ તે પોષક તત્વના અવશોષણને વધારે છે. ઘી થી શરીરનો વાત દોષ સંતુલિત થાય છે 


હળદર 


હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. નિયમિત રીતે તેનું સેવનન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. તેનાથી બોડી નેચરલી ડીટોક્ષ થાય છે. 


આ પણ વાંચો: નસોમાં જામેલું બેડ કોલેસ્ટ્રોલ જીવલેણ બને તે પહેલા આ 2 વસ્તુ ખાવાની કરી દો શરૂઆત


મધ 


મધને પણ આયુર્વેદમાં નેચરલ અમૃત કહેવાય છે. તે શરીરની ઉર્જા પ્રદાન કરે છે અને શરદી, ઉધરસ તેમજ શ્વસન સંબંધીત સમસ્યા ઘટાડે છે. તેનાથી ઇજા ઝડપથી રૂઝાય છે. 


ગિલોઈ 


ગિલોય રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે ઉપયોગી છે. તે તાવ મટાડે છે અને રક્ત સાફ કરવામાં મદદ કરે છે.



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)