5 herbal leaves for heart health : આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં હાર્ટને સ્વસ્થ બનાવી રાખવું ખુબ જરૂરી થઈ ગયું છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ જરૂરી છે. તમારી જીવનશૈલીમાં જડ્ડી-બુટ્ટીઓને સામેલ કરવી હાર્ટના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે. આપણા માટે એ ખૂબ જ આનંદની વાત છે કે કુદરતે આપણને બોટનિકલ ઉપાયોનો ખજાનો આપ્યો છે જેનો ઉપયોગ સદીઓથી હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૃદયના સ્વાસ્થ્ય માટે હર્બલ પાંદડા
હૃદયના સ્વાસ્થ્યને સારૂ બનાવવા માટે જડીબુટ્ટીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે તેમાં એવા શક્તિશાળી યૌગિક હોય છે, જે હાર્ટના કાર્યને સારૂ બનાવે છે. 


નાગફણી- Hawthorn
નાગફણી હૃદય સ્વાસ્થ્ય માટે એક પરંપરાગત સ્વાસ્થ્ય જડીબુટ્ટી છે, તેમાં એન્ટીઓક્સીડેન્ટ અને ફ્લેવોનોઇડ હોય છે, જે સ્વસ્થ રક્ત પ્રવાહનું સમર્થન કરે છે. હાર્ટની માંસપેશિઓને મજબૂત કરે છે અને લોહીના દબાણને નિયંત્રિત કરે છે. નાગણફીનો ઉપયોગ હંમેશા હૃદય સંબંધી કાર્યને  સારૂ બનાવવા અને હૃદય રોગના જોખમને ઘટાડવા માટે કરવામાં આવે છે. 


આ પણ વાંચોઃ માઈગ્રેનના દુખાવામાં નહીં ખાવી પડે દવા, આ દેશી ઉપચાર માથાના દુખાવાથી અપાવશે છુટકારો


ઓલિવ પાન
ઓલિવ પાનના અર્કમાં ઓલેરોપિન અને હાઇડ્રોક્સીટાયરોસોલ હોય છે, જેમાં એન્ટીઓક્સીડેન્ટ અને સોજા-વિરોધી ગુણ હોય છે, જે હાર્ટના સ્વાસ્થ્યનું સમર્થન કરે છે. ઓલિવના પાનનો અર્ક બ્લડ પ્રેશર ઘટાડવા, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને હૃદય રોગ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.


અર્જુન છાલ
અર્જુન એક આયુર્વેદિક જડીબુટ્ટી છે, જે પોતાના હ્રદય સંબંધિ લાભો માટે જાણીતી છે. તેમાં સેપોનિન, ફ્લેવોનોઇડ્સ અને ટેનિન હોય છે, જે હાર્ટના સ્નાયુઓને મજબૂત કરવા, લોહી ભ્રમણને સારૂ બનાવવા અને કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.


જીંકગો બિલોબા -
તેમાં ફ્લેવોનોઇડ્સ અને ટેરપેનોઇડ્સ હોય છે, જે રક્ત પ્રવાહમાં સુધાર કરે છે, સોજાને ઘટાડે છે અને પ્લેટલેટ એકત્રીકરણને રોકે છે. 


આ પણ વાંચોઃ Cardamom Water: સવારે ખાલી પેટ લીલી એલચીનું પાણી પીવાથી થાય છે ચમત્કારી ફાયદા


મધરવોર્ટ -
મધરવોર્ટ એક ટ્રેડિશનલ જડીબુટ્ટી છે, જેનો ઉપયોગ હ્રદય સ્વાસ્થ્યને સારૂ બનાવવામાં મદદ કરે છે. તેમાં અલ્કલોઇડ અને ફ્લેવોનોઇડ હોય છે, જે હાર્ટની લયને નિયંત્રિત કરી, સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે. મધરવોર્ટ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં પણ મદદ કરી શકે છે, જેનાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને પ્રોત્સાહન મળે છે.


ડિસ્ક્લેમરઃ સલાહ સહિત આ સામગ્રી માત્ર સામાન્ય જાણકારી આપે છે. આ કોઈ પ્રકારથી યોગ્ય સ્વાસ્થ્ય સલાહનો વિકલ્પ નથી. વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે ડોક્ટર સાથે ચર્ચા કરો. ઝી 24 કલાક કોઈ જવાબદારીનો દાવો કરતું નથી.