Home remedies for upset stomach: ઘણી વખત મસાલેદાર અને તળેલું ભોજન કરવાના કારણે પેટમાં ગડબડ થઈ જાય છે. વધારે પડતું તળેલું મસાલેદાર અને હેવી ફૂડ ખાવાના કારણે ઘણી વખત એસટીડીટી તો ઘણી વખત ડાયેરિયા સમસ્યા થઈ જાય છે. પેટ ખરાબ થવાના કારણે થયેલી ડાયેરીયા, ઉલટી, એસિડિટી, ગેસ જેવી તકલીફોને મટાડી તુરંત રાહત મેળવવી હોય તો તમે કેટલા ઘરેલુ નુસખા અજમાવી શકો છો. આજે તમને જે ઘરેલુ નુસખા જણાવીએ છીએ તેને કરવાથી દવા લીધા વિના પેટ સંબંધિત સમસ્યા મટી જશે. જે તમને મોટો ફાયદો કરાવવાની સાથે તમને ડોક્ટર પાસે જવાની પણ નહીં પડે જરૂર..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેટની સમસ્યા દુર કરતા ઘરેલુ નુસખા


આ પણ વાંચો: Body Pain: શરીરમાં સતત રહેતો હોય દુખાવો તો આ ત્રણ આયુર્વેદિક નુસખાથી તુરંત મળશે આરામ


હળદરનું પાણી


હળદરમાં કર્ક્યુંમીન નામનું તત્વ હોય છે. હળદરમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ આંતરડામાં આવેલા સોજાને ઓછો કરે છે. સાથે જ ફૂડ પોઈઝનિંગ અને પેટ ફુલવા જેવી સમસ્યાથી પણ આરામ આપે છે. હળદરનું પાણી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે. 


ફુદીનાનું પાણી


ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ આવે છે અને પાચન શક્તિ વધે છે સાથે જ ગેસની તકલીફ હોય તો પણ ફાયદો થાય છે. જો સવારથી જ પેટમાં ગેસ અને એસીડીટી હોય તો ફુદીનાના થોડા પાનને પાણીમાં ઉકાળી આ પાણીનું સેવન કરવું. ફુદીનાનું પાણી પીવાથી અપચો, ઉલટી અને ગેસ જેવી સમસ્યા મટી જાય છે.


આ પણ વાંચો: રોજ પિસ્તા ખાવાથી શરીરને થાય છે આ 5 અદ્ભુત ફાયદા, શરીર થશે લોખંડ જેવું મજબૂત


અજમાનું પાણી


પેટમાં ગેસ અને એસિડિટી હોય તો અજમા પણ રાહત આપે છે. જો તમને રોજ પેટની તકલીફો રહેતી હોય તો થોડા દિવસ સુધી રોજ રાત્રે પાણીમાં અજમા પલાળી સવારે આ પાણીને ગાળીને પી જવું. જો ક્યારેક પેટની તકલીફ થઈ હોય તો અજમાને સાફ કરીને તેનું ચૂર્ણ બનાવીને પણ ખાઈ શકાય છે. તેનાથી પેટનું સ્વાસ્થ્ય સુધરે છે અને આંતરડા હેલ્ધી બને છે.


લસણ


લસણ ડાઈજેસ્ટિવ પાવર વધારે છે. લસણ ગુડ બેક્ટેરિયાને વધારે છે. લસણમાં રહેલા પ્રિબાયોટીક તત્વ ડાયજેશન સંબંધિત સમસ્યાને દૂર કરે છે. લસણનું સેવન તમે રેગ્યુલર કરો છો તો લોહી શુદ્ધ કરવાથી લઇને બીજી અનેક બીમારીઓમાંથી તમને રાહત મળે છે.


આ પણ વાંચો:સાંધામાં ક્રિસ્ટલ બનીને જામેલા યુરિક એસિડને પણ શરીરમાંથી બહાર કરી દેશે આ ચૂર્ણ


આદુ


આદુ ખાવાથી પણ પાચનશક્તિ સુધરે છે. સાથે જ પાચન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. આદુ ખાવાથી પેટમાં હેલ્ધી બેક્ટેરિયા વધે છે અને પેટની સમસ્યા જેમકે બ્લોટીંગ, પેટનો દુખાવો અને અન્ય સમસ્યાથી આરામ મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)