Uric Acid: જીવનશૈલી અને ખાવા પીવાની ખોટી આદતોના કારણે ઘણા લોકોને યુરિક એસિડ વધી જવાની સમસ્યા થઈ જાય છે. યુરિક એસિડ ના કારણે ગઠિયા અને કિડની સમસ્યા પણ થઈ શકે છે. જોકે આ સમસ્યાને દૂર કરવાના કેટલાક પ્રાકૃતિક ઉપાયો પણ ઉપલબ્ધ છે. આયુર્વેદિક અને પારંપરિક ચિકિત્સા પદ્ધતિમાં એવા મસાલા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે યુરિક એસિડને દવા વિના નેચરલી જ ઘટાડી શકે છે. આજે તમને આ મસાલા વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગોળ-હળદર ખાવાથી શરીરની ગંદકી થશે સાફ, શરીરના સોજા અને દુખાવા પણ મટશે દવા વિના


રસોઈમાં વપરાતા મસાલા ભોજનનો સ્વાદ વધારે છે અને સાથે જ તે યુરિક એસિડના કારણે થતી સમસ્યાને પણ દૂર કરી શકે છે.. કેટલાક મસાલા એવા હોય છે જે શરીરના સોજા ને ઘટાડે છે અને મેટાબોલિઝમને સુધારે છે. આજે તમને એવા પાંચ મસાલા વિશે જણાવીએ જે યુરિક એસિડને પ્રાકૃતિક રીતે ઘટાડી શકે છે. 


યુરિક એસિડ માટે ફાયદાકારક મસાલા 


આ પણ વાંચો: Red Apple: લાલ સફરજન કરશે જાદુ, સવારે ખાલી પેટ ખાવાથી શરીરને થશે આ 5 ફાયદા


હળદર 


હળદર એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ માટે પ્રખ્યાત છે. તેમાં રહેલા તત્વ સોજા ઘટાડે છે અને શરીરમાં યુરિક એસિડનું લેવલ પણ કંટ્રોલમાં કરે છે. હળદર ખાવાથી સાંધાના દુખાવા પણ મટે છે. હળદરને દૂધ અથવા પાણી સાથે લઈ શકાય છે.


આદુ 


આદુ ખાવાથી પણ યુરિક એસિડમાં ફાયદો થાય છે. આદુમાં એન્ટીઈન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. જે શરીરના સોજા અને દુખાવાને ઘટાડે છે. આદુનું સેવન નિયમિત કરવાથી યુરિક એસિડનું સ્તર નિયંત્રિત થાય છે અને પાચનતંત્ર પણ સુધરે છે. 


આ પણ વાંચો: Roti Flour: ઘઉં છોડો, શિયાળામાં આ 5 લોટની રોટલી ખાઓ, મળશે જબરદસ્ત એનર્જી અને ફાયદા


તજ 


તજ સોજા ઓછા કરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે. તેનાથી વધારાનું યુરિક એસિડ શરીરમાંથી બહાર કાઢવામાં મદદ મળે છે. તજનું સેવન કરવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે. તેનાથી શરીર ડિટોક્ષ થાય છે. 


મેથી 


મેથી દાણા યુરિક એસિડને પ્રભાવી રીતે કંટ્રોલ કરે છે. મેથીના ગુણ શરીરમાં વધેલા યુરિક એસિડને ઘટાડે છે. મેથી દાણા ખાવાથી બ્લડ સુગર પણ કંટ્રોલમાં રહે છે અને મેટાબોલિઝમ પણ સુધરે છે. મેથી દાણાને પાણીમાં પલાળીને સવારે ખાલી પેટ ખાવાથી લાભ થાય છે. 


આ પણ વાંચો: રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા


અજમા 


અજમાના બી યુરિક એસિડમાં પણ ઉપયોગી છે. તેનાથી શરીરમાં થતી બળતરા અને સોજા ઓછા થાય છે. અજમા વિટામિન સી, કેલ્શિયમ થી ભરપુર હોય છે. શરીરના સ્વાસ્થ્ય માટે અજમા ફાયદાકારક છે. અજમાનુ સેવન ગરમ પાણી સાથે કરવાથી પેટ સાફ થાય છે અને યુરિક એસિડ પણ કંટ્રોલમાં રહે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)