High blood sugar symptoms: લોહીમાં સુગરનું પ્રમાણ વધી જવાથી ડાયાબિટીસમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે. ડાયાબિટીસમાં બ્લડ સુગર વધી જવું ગંભીર સમસ્યાને આમંત્રણ આપે છે. જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે અને તેના સંકેતોને ઓળખીને બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં ન આવે તો દર્દીની હાલત ગંભીર પણ થઈ શકે છે. ડાયાબિટીસ એક લાઈફસ્ટાઈલ બીમારી છે જે ખરાબ ખાનપાનના કારણે થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે બ્લડ સુગર વધારે રહેતું હોય તો કેવા સંકેત મળે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરવા શું કરવું જોઈએ ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈ બ્લડ સુગરના સંકેત 


આ પણ વાંચો: ઠંડીમાં આ 5 ફળ ખાવા નહીં, ખાતા હોય તો તુરંત બંધ કરજો, બીમારીનું ઘર બની જાશે શરીર


વધારે તરસ લાગવી 


શરીરમાં બ્લડ સુગર વધારે રહેતું હોય તો કિડની વધારે પેશાબ બનાવવાના પ્રયત્ન કરે છે જેના કારણે શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે પરિણામે વ્યક્તિને વધારે તરસ લાગે છે. 


વારંવાર પેશાબ 


સુગર વધી જવાથી તરસ વધારે લાગે છે જેના કારણે વ્યક્તિ પાણી વધારે પીવે છે અને તેનું પરિણામ આવે છે કે વ્યક્તિને વારંવાર પેશાબ કરવા જવું પડે છે. વારંવાર પેશાબની તકલીફ રાતના સમયે વધી જાય છે બ્લડ સુગર વધ્યાનું આ સૌથી સામાન્ય સંકેત છે.


આ પણ વાંચો: Fennel Seeds: રોજ જમ્યા પછી 1 ચમચી વરીયાળી ખાવી, જાણો આ આદતથી થતા લાભ વિશે


થાક અને નબળાઈ 


જો શરીરમાં પર્યાપ્ત માત્રામાં ગ્લુકોઝ ન મળે તો એનર્જી રહેતી નથી અને શરીર થાક અનુભવે છે. ધીરે-ધીરે વ્યક્તિને નબળાઈ પણ આવી જાય છે. 


ધૂંધળી દૃષ્ટિ 


હાઈ બ્લડ સુગરના કારણે આંખમાં સોજા આવી જાય છે જેના કારણે વ્યક્તિને ડબલ વિઝનની સમસ્યા થઈ શકે છે. આંખની સમસ્યા કે ડબલ વિઝન થઈ જાય તો સમજી લેવું કે બ્લડ શુગર વધારે છે. 


આ પણ વાંચો: Weight Gain Food: કેટલી કેલેરીથી વજન વધે? જાણો એક ચમચી ખાંડમાં કેટલી કેલેરી હોય છે?


ચીડિયો સ્વભાવ 


હાઈ બ્લડ સુગરના કારણે વ્યક્તિને મૂડ સ્વિંગ અને સ્વભાવમાં ચીડીયાપણું પણ આવી જાય છે. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જવાના કારણે માનસિક સ્થિતિ પણ પ્રભાવિત થાય છે. 


બ્લડ સુગરને મેનેજ કરવાની રીત 


આ પણ વાંચો: Triphala Benefits: આ રીતે ત્રિફળા લેશો તો દવા વિના મટી જશે આ 5 સમસ્યાઓ


બ્લડ સુગર વધી ગયું હોય તો તેને મેનેજ કરવા માટે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરી શકાય છે. 


મીલ પ્લાન કરો 


મીલ પ્લાનિંગનો અર્થ છે કે ભોજન ખાવાની યોજના બનાવો. યોગ્ય સમયે યોગ્ય આહાર લેવાથી બ્લડ સુગરને સરળતાથી મેનેજ કરી શકાય છે.. બ્લડ સુગરને મેનેજ કરવા માટે પ્લેટમાં પ્રોટીન, ફાઇબર, આખા અનાજ અને લીલા શાકભાજી ભરપૂર માત્રામાં હોવા જોઈએ. 


આ પણ વાંચો: Uric Acid: રોટલીના લોટમાં આ મસાલો ઉમેરી બનાવો રોટલી, વધેલું યુરિક એસિડ ઘટશે ફટાફટ


પોર્શન મેનેજ કરો 


ડાયાબિટીસને કંટ્રોલ કરવું હોય તો એ વાતનું ધ્યાન રાખો કે તમે એક સમયે તમે કેટલું ભોજન કરો છો. જેમકે શાક, દાળ અને રોટલીની માત્રા મર્યાદિત રાખો જેથી તમે ઓવરિટિંગ ન કરો. 


એક્ટિવ રહો 


શરીરને એક્ટિવ રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમની જીવનશૈલી બેઠાડું હોય તો બ્લડ સુગર કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય છે. તેથી દિવસમાં ઓછામાં ઓછી 30 મિનિટ માટે હળવી એક્સરસાઇઝ કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)