Detox Your Mind: આજની દોડધામ ભરેલી જીવનશૈલીમાં દરેક વ્યક્તિ માનસિક ચિંતા, જવાબદારીના બોજ અને અનેક પરેશાનીઓથી ઘેરાયેલી રહે છે. સતત સ્ટ્રેસ અને ચિંતાના કારણે લોકોની મેંટલ હેલ્થ પર પણ ખરાબ અસર થાય છે. જો કે મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓ વિશે જાણવું સરળ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: દિવસમાં 2 થી વધુ કેરી ખાતા લોકો ચેતી જાય, એક સાથે વધારે કેરી ખાવાથી થશે આ તકલીફ


શરીરની અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓની જેમ મેન્ટલ હેલ્થ સંબંધિત સમસ્યાઓના લક્ષણ તુરંત જોવા મળતા નથી. ઘણા લોકોને તો એ વાતની પણ ખબર નથી હોતી કે તેમની મેન્ટલ હેલ્થ ખરાબ છે. ખરાબ થતી મેંટલ હેલ્થના લક્ષણોને ઓળખી અને પોતાના વિચાર, આદતો અને વાતોમાં ફેરફાર કરવામાં આવે તો સ્થિતિ સુધરી પણ શકે છે. જો તમને પણ આ લક્ષણો તમારા વર્તનમાં જોવા મળતા હોય તો સમજી લેજો કે તમારે પણ તમારા મગજને ડિટોક્સ કરવાની જરૂર છે. 


મેન્ટલ હેલ્થ ખરાબ હોવાના લક્ષણો


આ પણ વાંચો:  ઓવેરિયન કેન્સર અને વજાઇનલ ડિસ્ચાર્જ વચ્ચે સંબંધ છે? આ લક્ષણો પ્રત્યે ન રહો બેદરકાર


દરેક બાબતમાં નકારાત્મક વિચાર આવવા
લાગણી પર કંટ્રોલ ન રહેવો
આત્મવિશ્વાસનો અભાવ
લોકો સાથે ભળી ન શકવું
મૂડ સ્વિંગ
સતત થાક અને કંટાળો અનુભવવો


મગજને કેવી રીતે કરવું ડિટોક્સ ?


આ પણ વાંચો: સ્કિન પર સૌથી પહેલા જોવા મળે છે કેન્સરના લક્ષણો, સામાન્ય સમસ્યા ગણી ઈગ્નોર ન કરતાં


1. કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાનું રાખો. આ સમય દરમિયાન યોગ કે ધ્યાન કરી મનને શાંત કરી નકારાત્મક વિચારોને દુર કરે.


2. મનપસંદ કામ કરો. પોતાના શોખને પુરા કરો. જો મનમાં નકારાત્મક વિચારો આવે તો એવું કામ કરો જે તમને સૌથી વધુ પસંદ હોય


3. હેલ્ધી આહાર ખૂબ જ જરૂરી હોય છે. શારીરિક રીતે ફીટ રહેશો તો મેન્ટલ હેલ્થ પણ સારી રહેશે. માનસિક સ્વાસ્થ્યને સુધારવું હોય તો આહાર હેલ્ધી લેવાનું રાખો.


4. પુરતી ઊંઘ સૌથી વધુ જરૂરી છે. ઓછી ઊંઘના કારણે ચિંતા, સ્ટ્રેસ વધે છે. તેથી મનને શાંત કરવા અને મગજને ડિટોક્સ કરવું હોય તો રોજ 7 થી 9 કલાકની ઊંઘ કરો. 


આ પણ વાંચો: હાર્ટ બ્લોકેજની શરુઆતમાં જોવા મળે છે આ 5 લક્ષણ, 99 ટકા લોકો ઈગ્નોર કરવાની કરે છે ભુલ


5. પોતાના વિચારોને વ્યક્ત કરો. તમારી લાગણીઓને વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે. એવી કોઈ વ્યક્તિ તો જીવનમાં હોવી જોઈએ જેને તમે બધી જ વાત કરી શકો. જો કહી ન શકો તો ડાયરીમાં લખવાની ટેવ પાડો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)