નવી દિલ્હીઃ ખાવામાં ઘણા ખરાબ પદાર્થ હોઈ શકે છે. ટ્રાન્સ ફેટ, ફ્રુક્ટોઝ, પ્યૂરીન, જેવા ખતરનાક તત્વો ફૂડ પ્રોડક્ટની અંદર હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ખરાબ પદાર્થ લોહીમાં કઈ રીતે પહોંચે છે. ખાદ્ય પદાર્થોની અંદરથી આ કમ્પાઉન્ડ પ્રાકૃતિક રૂપે હોય છે. તેથી આ 7 ફૂડ ખાવાથી દૂર રહેવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુગર
રસોઈ સુધી પહોંચતા પહેલા ખાંડને રિફાઇન કરવામાં આવે છે. તેમાં સુક્રોઝ હોય છે જે લોગીમાં સુગર વધારે છે. સીડીસી કહે છે કે ટેબલ સુગરથી ડાયાબિટીઝનો ખતરો વધે છે, જે કિડની અને નસોને ડેમેજ કરે છે. 


બજારનું માખણ
માખણથી ભોજનનો સ્વાદ વધી જાય છે પરંતુ તે કોલેસ્ટ્રોલ વધારે છે. તેમાં ટ્રાન્સ ફેટ હોય છે, જે નસોને બ્લોક કરે છે, જે હાર્ટ એટેકનો ખતરો વધારી શકે છે.


આ પણ વાંચોઃ પેટને બરફની જેમ ઠંડક આપશે! પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદાકારક છે આ પાન


આલ્કોહોલ
દારૂ અને બીયર પીવાથી શરીરમાં પ્યૂરીન ઘુસે છે. જ્યારે શરીર તેને પચાવે છે તો તે યુરિક એસિડ બની જાય છે. જે કિડની સ્ટો અને ગાઉટનું કારણ બની શકે છે.


બજારનું જ્યુસ
બજારમાં મળનાર જ્યુસ શુદ્ધ હોતા નથી. તેમાં હાઈ ફ્રુટ્કોઝ કોર્ન સિરપ મિક્સ કરવામાં આવે છે. તે ફેટી લિવર, હાઈ ટ્રાઇગ્લિસરાઇડ, ઇંસુલિન રેજિસ્ટેન્સ, હાઈ બ્લડ સુગર અને ટાઈપ 2 ડાયાબિટીસનું કારણ બને છે. 


ફ્રેન્ચ ફ્રાઇઝ
મોટા ભાગના આઉટલેટ્સમાં ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવવા માટે એક તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. જેમાં હાઈ ફેટ અને કેન્સર બનાવનાર તત્વો વધી જાય છે. હાર્ટ એટેકથી બચવા માટે આ ફૂડ્સથી દૂર રહેવું જોઈએ.


આ પણ વાંચોઃ Papaya: સ્વાદમાં ભયંકર કડવું લાગે પણ તેની એક ચમચી શરીરને બનાવી દેશે લોખંડ જેવુ મજબૂત


ઓર્ગન મીટ
જો તમે લિવર, કિડની, ભેજા જેવું મીટ ખાવ તો કિડની સ્ટોન અને ગાઉટ થઈ શકે છે. કારણ કે આ ફૂડ્સમાં પ્યૂરીન હોય છે, જે યુરિક એસિડ વધારે છે. 


વ્હાઇટ બ્રેડ
સફેદ બ્રેડમાં રિફાઇન્ડ ફ્લોર હોય છે, જે લોગીમાં ગ્લુકોઝને વધારે છે. જેનાથી ડાયાબિસીટ થઈ શકે છે.