ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના વાયરસે દેશભરમાં ખુબ જ તબાહી મચાવી છે. આ જીવલેણ વાયરલે ન માત્ર લોકોનો જીવ લીધો પણ સાથેસાથે અર્થવ્યવસ્થામાં પણ ગાબડું પાડી દીધું. જોકે હવે કોરોનાની રસી આવવાને કારણે કોરોનાથી જલદી જ છુટકારો મળી જશે તેવી આશા જાગી છે. કોરોનાના ખતરાને જોતા હવે મેડિકલ નિષ્ણાત અને એપિડેડિયોલોજિસ્ટે અન્ય કેટલીક ખતરનાક બીમારીઓ વિશે માહિતી આપી છે કે જે કોરોના કરતા પણ વધારે ભયંકર છે. જો આજના સમયમાં સતર્કતા નહી દાખવીએ તો આ નવી બીમારીઓ ભયાનક મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તો આવો તમને આ 7 બાયોલોજીકલ અને ઘાતક બીમારીઓ વિશે બતાવીએ જે કોરોના કરતા પણ વધારે ખતરનાક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ઈબોલા
આફ્રિકાથી શરૂ થયેલી આ બીમારી ઇબોલાનું ટ્રાંસમિશન ખૂબ ઝડપી નથી. પરંતુ આ તાવ જીવલેણ છે. આ રોગ પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય છે. WHOએ દાવો કર્યો છે કે, ઇબોલા વાયરસ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાંસમિટ થઈને ફેલાઈ શકે. તાજેતરમાં નોંધાયેલા આંકડા મુજબ, ઇબોલાના 3400 કેસોમાંથી 2270 લોકોનાં મોત નીપજ્યાં છે. જાન્યુઆરી 2020માં ઇબોલાની રસી પણ બનાવવામાં આવી હતી, પરંતુ તે મોટા પાયે રોલઆઉટ કરવામાં આવી ન હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જો ઇબોલાને રોકવા માટે કોઈ કડક પગલા લેવામાં નહી આવે તો ભવિષ્યમાં તેના ખરાબ પરિણામો જોવા મળશે.


Kitchen Tips: જાણો ગૃહિણીઓને રસોડામાં આવતી નાની નાની અડચણો કેવી રીતે ચપટીમાં થશે દૂર


 



લાસા ફીવર
લાસા ફીવર એક વાયરલ ઈન્ફેક્શન છે. હેમોરેજિક રોગના લક્ષણોનું કારણ બને છે લાસા ફીવર. લસા ફિવરની ઝપેટમાં આવનાર દરેક પાંચમી વ્યક્તિના કિડની, લીવર પર ખુબ જ ખરાબ અસર થાય છે. આ બીમારી ગંદકીથી ફેલાય છે એટલે કે ઘરમાં રહેલી કોઈ દુષિત વસ્તુઓ, મળમુત્ર અથવા લોહીમાંથી આ બીમારી લોકોમાં ફેલાય છે. આફ્રિકી દેશોમાં આ બીમારી હજી પણ ફેલાઈ રહી છે. આ બીમારીથી કેટલાય મૃત્યુ પણ થયા છે અને હજી સુધી આ બીમારીની કોઈ રસી પણ નથી.



માર્ગબર્ગ વાયરસ
આ બીમારી અત્યંત સંક્રામક છે. આ બીમારી જીવિત અથવા મૃતલોકોને અડકવાથી પણ થાય છે. આ મહામારીનો પ્રથમ કેસ 2005માં યુગાંડામાં જોવા મળ્યો હતો. જેમાં સંક્રમિત થયેલા 90 ટકા લોકોનું મૃત્યુ થયું હતું. એટલે કે આ બીમારીનો મૃત્યુદર વધારે છે.



MERS-COV
દિ મિડિલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) એક ખતરનાક ઈન્ફેક્શન છે. શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા દરમિયાન ડ્રોપલેટથી માણસોમાં ફેલાય છે આ બીમારી. વૈજ્ઞાનિકોઓનું કહેવું છે કે, આ બીમારીનો ખોફ આજના સમયમાં ભલે ઓછો થઈ ગયો હોય પરંતુ સહેજ પણ લાપરવાહીથી દુનિયાભરમાં આ બીમારીનું પ્રમાણ વધી શકે છે. જે માનવજાતિ માટે મુશ્કેલી ઉભી કરી શકે.


જાણો કેમ ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ? અને કેમ દેહત્યાગ માટે ભીષ્મ પિતામહે પસંદ કર્યો ઉત્તરાયણનો દિવસ


 



SARS
સીવિયર એક્યુટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS) એ કોવિડ -19ના પરિવારનો જ ભાગ કહી શકાય.ચીનમાં આ રોગનો પહેલો કેસ 2002 માં નોંધાયો હતો. સાર્સ 26 દેશોમાં ફેલાયેલો અને 8000 જેટલા લોકો તેનાથી પ્રભાવિત થયા હતા તેનો મૃત્યુ દર ખૂબ વધારે હતો. તે સમયે લોકોમાં કોરોના જેવા જ લક્ષણ જોવા મળ્યા હતા. રેસ્પિરેટરી ડ્રોપલેટથી ફેલાયેલા આ રોગનો કોઈ ઉપાય પણ તે વખતે નહોતો.



નિપાહ વાયરસ
નિપાહ વાયરસ ઓરી વાયરસ સાથે સંકળાયેલ છે. જે વર્ષ 2018માં કેરળમાં મોટા પ્રમાણમાં ફેલાયો હતો. જોકે આ રોગ પર સફળતાપૂર્વક અંકુશ મેળવવામાં આવ્યો હતો પરંતુ તેના લક્ષણો અને સંક્રમિત કરવાની પદ્ધતિઓ ભવિષ્યમાં તેના ફેલાવાની શક્યતામાં મોટા પ્રમાણમાં વધારો કરી શકે. ચામાચીડિયામાંથી લોકોમાં ફેલાતી આ બીમારીમાં માથાનો દુખાવો, સોજો, ઉલટી, ચક્કર અને ગભરાટ જેવા લક્ષણો જોવા મળે છે.


રાવણે જ્યાં જટાયુની પાંખો કાપી હતી ત્યાં બની દુનિયાની સૌથી મોટી પક્ષી-પ્રતિમા, PHOTOS જોઈને તમે પણ રહી જશો દંગ


 



ડિસીઝ એક્સ
કેટલાક સમયથી, ડિસીઝ એક્સનું નામ હેડલાઇન્સમાં રહ્યું છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, 2021માં આ રોગ મહામારી સ્વરૂપે ઉભરી શકે છે. હાલમાં જ કોંગોમાં એક સ્ત્રીમાં હેમોરેજિક તાવના લક્ષણો જોવા મળ્યા હતા. વૈજ્ઞાનિકોને ડર છે કે તે નવા અને સંભવિત વાયરસનું લક્ષણ હોઈ શકે. સાથે જ વૈજ્ઞાનિકોને આશંકા છે કે આ બીમારીની ઝપેટમાં આવનારા લોકોમાંથી 80-90 ટકા લોકોનું મૃત્યુ પણ થઈ શકે. જો કે, આ બીમારી વિશે હાલ કોઈની પાસે વધારે માહિતી નથી. WHOને પણ આ બીમારી મામલે શંકાઓ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube