90% લોકો ખાઈ રહ્યાં છે ઝેરથી ભરેલું આ લસણ, કોમામાં પણ જઈ શકે છે વ્યક્તિ, ખરીદવા સમયે ન કરો આ ભૂલ
Side Effects Of Garlic: લસણ ખાવાના ફાયદા વિશે તો તમે ખુબ સાંભળ્યું હશે, પરંતુ શું ક્યારેય તે વિચાર્યું છે કે તેને ખાવાથી કોમામાં જઈ શકાય છે? જો નહીં તો આ તમારા માટે છે.
નવી દિલ્હીઃ ધર્મ શાસ્ત્રોની દ્રષ્ટિએ લસણ તામસિક હોય છે, જેનું સેવન ન કરવું જોઈએ. પરંતુ મેડિકલ સાયન્સ અને આયુર્વેદમાં તેની સરખામણી દવા સાથે કરવામાં આવી છે. લસણને ખાસ કરી હાર્ટના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર લસણ શરદીને ઠીક કરવાથી લઈને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. લસણમાં વિટામિન સી અને બી6, મેંગનીઝ અને સેલેનિયમ હોય ચે, જે એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે, જેને સકારાત્મક પ્રભાવો માટે જવાબદાર માનવામાં આવે છે. પરંતુ માર્કેટમાં એક એવા પ્રકારનું લસણ મળી રહ્યું છે, જેમાં ઝેરી કેમિકલ મિક્સ હોય છે.
બજારોમાં મળી રહ્યું છે ઝેરી લસણ
મીડિયા રિપોર્ટ પ્રમાણે 2014માં પ્રતિબંધિત ચીની લસણ ભારતમાં ગેરકાયદેસર રીતે વેચવામાં આવી રહ્યું છે. દેશમાં ફૂગથી સંક્રમિત લસણનું વેચાણ થઈ રહ્યું હોવાના અહેવાલોને કારણે આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. દાણચોરી કરાયેલા લસણમાં જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો અંદાજ છે.
આ પણ વાંચોઃ શું ભેંસ કરતા વધુ પાવરફૂલ ગણાય છે ગાયનું ઘી? જાણો ડોક્ટરો પોતે ખાય છે કયું ઘી
લસણને ફૂગથી બચાવવા માટે ચીન કરે છે આ કામ
જાદવપુર વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરે પહેલા TOI ને જણાવ્યું હતું કે ચીની લસણને છ મહિના સુધી ફૂગનો વિકાસ રોકવા માટે મિથાઇલ બ્રોમાઇડ યુક્ત એક ફૂગનાશકથી સારવાર કરવામાં આવે છે. આ સિવાય હાનિકારક ક્લોરીનથી તેને બ્લીચ કરવામાં આવે છે. તેનાથી લસણમાં લાગેલા જંતુઓ મરી જાય છે. અંકુરણ ઝડપથી થતું નથી અને કળી સફેદ અને તાજી દેખાય છે.
મિથાઈલ બ્રોમાઈડ ફૂગનાશક શું છે?
મિથાઈલ બ્રોમાઈડ એ અત્યંત ઝેરી, ગંધહીન, રંગહીન ગેસ છે જેનો ઉપયોગ કૃષિ અને શિપિંગમાં ફૂગ, નીંદણ, જંતુઓ, નેમાટોડ્સ (અથવા રાઉન્ડવોર્મ્સ) સહિત વિવિધ પ્રકારના જીવાતોને નિયંત્રિત કરવા માટે થાય છે. તેનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. USEPA મુજબ, મિથાઈલ બ્રોમાઈડના સંપર્કમાં આવવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને શ્વસન નિષ્ફળતા અને ફેફસાં, આંખો અને ત્વચાને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં કોમામાં જવાનો પણ ખતરો છે.
લસણ ખરીદવા સમયે રાખો આ વાતનું ધ્યાન
ચાઇનીઝ લસણની કળિયો સાઇઝમાં મોટી હોય છે. આમાં, છાલ પર વાદળી અને જાંબલી રેખાઓ જોવા મળે છે. જો તમે આવું લસણ ખરીદો તો તરત જ તમારી ભૂલ સુધારી લો.