નવી દિલ્હીઃ કિચનમાં રહેલી હીંગ એક એવો મસાલો છે જે દાળ અને શાકમાં પોતાની સુગંધ વધારે છે. એક ચપટી હીંગ માત્ર સુગંધ જ નથી વધારતી પરંતુ ભોજનનો સ્વાડ બમણો કરી દે છે. તમને જણાવી દઈએ કે હીંગનો ઉપયોગ માત્ર સુગંધ માટે કરવામાં આવતો નથી પરંતુ તેના ઉપયોગથી તમારૂ સ્વાસ્થ્ય પણ મજબૂત બને છે. ચાલો અમે તમને જણાવીએ કે હીંગ સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે? તેના સેવનથી તમે કઈ બીમારીઓથી દૂર રહેશો. સાથે તે પણ જાણો તેનો કેવી રીતે ક્યારે ઉપયોગ કરવો જોઈએ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બીમારીમાં ઉપયોગી
પાચનતંત્ર કરશે ઠીકઃ
જો તમારી પાચન શક્તિ નબળી છે તો તેનો ઠીક કરવા માટે હીંગનો ઉપયોગ કરો. હીંગનું પાણી તમારા પાચન માટે સારૂ રહે છે. તેનું સેવન કરવાથી ટોક્સિક પદાર્થ શરીરમાંથી બહાર નિકળી જાય છે અને તમારૂ પાચનતંત્ર સારૂ રહે છે. 


બીપી કરો કંટ્રોલઃ જો તમારે હાઈ બીપીની સમસ્યા છે તો તમે હીંગનું સેવન શરૂ કરો. હીંગમાં રહેલા કેટલાક તત્થો લોગીની ગાંઠ જામવાને રોકે છે. સાથે તેના સેવનથી તમારા લોહીનું ભ્રમણ સારૂ થાય છે. આ કારણે હાઈ બીપીના દર્દીઓએ તેનું સેવન જરૂર કરવું જોઈએ.


વજન ઘટાડવામાં ઉપયોગીઃ જો તમે વધતા વજનથી પરેશાન છો તો હીંગનું પાણી પીવાનું શરૂ કરો. હીંગનું પાણી તમારા સ્લો મેટાબોલિઝ્મને મજબૂત અને સારૂ બનાવે છે અને તે વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે.


આ પણ વાંચોઃ દૂધની મલાઈને જરાય સાધારણ ન સમજતા, પુરુષો તો ખાસ જાણે તેના ફાયદા વિશે


માથાના દુખાવામાં રાહતઃ જો તમને સતત માથાનો દુખાવો રહે છે તો હીંગનું પાણી પીવાનું શરૂ કરો. હીંગમાં રહેલા એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ માથાના દુખાવાની સમસ્યામાં આરામ પહોંચાડે છે. આ સાથે તે બ્લડ સેલ્સના સોજાને ઘટાડવાનું પણ કામ કરે છે.


કઈ રીતે કરશો ઉપયોગ?
હીંગનો ઉપયોગ કરવા માટે તમારે તેનું પાણી બનાવી પીવું પડશે. જો તમે હીંગને પાણીમાં નાખી દરરોજ સેવન કરશો તો શરીરને ઘણા ફાયદા મળશે. હીંગનું પાણી બનાવવું ખુબ સરળ છે. એક ગ્લાસ હુંફાળું પાણી લો અને તેમાં અડધી ચમચી હીંગનો પાઉડર નાખો. હવે સવારે ખાલી પેટ તે પાણીનું સેવન કરો.


( આ આર્ટિકલ સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટર સાથે ચર્ચા કરો)