• PM-JAY યોજના થકી  જરૂરિયાતમંદોને મળ્યો આર્થિક ટેકો 

  • નર્મદાના ઉતરાનીબેન વસાવાને  મળીવિનામૂલ્યે  સારવાર

  • આયુષ્માન કાર્ડ થકી હૃદય રોગનું ઓપરેશન 

  • લાભાર્થીના પુત્ર માને છે સરકારનો આભાર


PM-JAY: અહીં વાત કરવામાં આવી છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામની... અહીં નવીનગરી ફળીયામાં ઉતરાનીબેન વસાવા ૮ સભ્યો સાથે સંયુક્ત પરિવારમાં સાથે રહે છે. એક દિવસ ઉતરાનીબેનને અચાનક શ્વાસ લેવામા તકલીફ થતા તેમના પુત્ર તેમને અંકલેશ્વર ખાતે આવેલ હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં હૃદયને લગતી બિમારી હોવાનું નિદાન કરવામાં આવ્યું. હવે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઓપરેશન કરાવવાનું પરિવાર માટે શક્ય ન હતું. ત્યારે આયુષ્માન કાર્ડ થકી ઉતરાનીબેન વસાવાને રૂપિયા ૬.૬૦ લાખથી વધુની વિનામૂલ્યે સારવાર મળી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪ માં સરકારી હોસ્પિટલમા રૂપિયા ૧૫.૧૬ કરોડની સારવાર સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા ૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામાં આવે છે. લાભાર્થીએ જણાવ્યુંકે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી મારી માતાને નવજીવન મળ્યુ છે.


નર્મદાથી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) લાભાર્થીના પુત્ર સુર્યકાંત વસાવા જણાવે છેકે, મારી મમ્મીને વારંવાર હૃદયમાં દુખતુ હતું, અમે તેને ઝઘડીયા લઈ ગયા કસ્તુરબા હોસ્પિટલમાં, ત્યાં થોડી સારવાર કરી અને પછી અમને કહ્યું કે તમે અંકલેશ્વર જતા રહો, અંકલેશ્વર ગયા તો આયુષ્યમાન કાર્ડ છે તમારી પાસે એમ પુછ્યું? અમે આયુષ્યમાન કાર્ડ બતાવ્યું  તો તેમાં મારી માનું હૃદયનું ઓપરેશન કર્યું છે. તે લોકોએ તદન ફ્રીમાં કર્યું છે, કુલ ખર્ચો 6 લાખને 60 હજાર જેવો થયો છે. આમ, PM-JAY યોજના  આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા પરિવારોનો  આધાર બની છે. આ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા ૧૦ લાખ સુધીનું આરોગ્ય કવચ આપવામા આવે છે.