Acidity અને Gas ને કારણે થઈ ગયા છો પરેશાન? કિચનમાં રાખેલી આ 5 વસ્તુનો કરો ઉપયોગ
Digestion Problem: જ્યારે પણ પેટની સમસ્યા થાય છે તો આપણે નોર્મલ કામ કરવામાં પણ મજા આવતી નથી. તેવામાં તમે આ સમસ્યા દૂર કરવા ઘરમાં રાખેલી વસ્તુનો ઉપયોગ કરી શકો છો.
નવી દિલ્હીઃ જ્યારે આપણે ગમે તે ભોજન કરીએ કે તેલવાળી વસ્તુ વધારે ખાઈએ તો તેની સીધી અસર આપણા પેટ પર પડે છે. તેના કારણે ગેસ અને એસિડિટીની મુશ્કેલી આવવી સામાન્ય છે. આપણે જ્યારે ખાલી પેટે કોફી, ચા કે દારૂની સેવન કરીએ તો તે આપણા પેટ માટે સારૂ નથી.
એસિડિટી અને ગેસના ઘરેલૂ ઉપાય
જ્યારે અચાનક પેટમાં આ પ્રકારની સમસ્યા થાય તો ગભરાવો નહીં, કારણ કે તમારા કિચનમાં એવી વસ્તુ હાજર છે જેની મદદથી તમે ગેસ અને એસિડિટીની મુશ્કેલીને દૂર કરી શકો છો.
1. છાસ (Buttermilk)
છાસમાં લેક્ટિક એસિડ હોય છે, તેની તાસીર ઠંડી હોય છે આ કારણ ખાસ કરીને ગરમીમાં તેને પીવાથી પેટ ઠંડુ રહે છે અને ગેસની સમસ્યા દૂર થાય છે.
આ પણ વાંચોઃ તમને પણ બેઠા બેઠા પગ હલાવવાની આદત છે? હોઈ શકે છે આ ગંભીર બિમારીના સંકેત
2. ગોળ (Jaggery)
ગોળનો સ્વાદ આપણે બધાને તેની તરફ આકર્ષિત કરે છે, પરંતુ તમે જાણતા નહીં હો કે તે તમારી ડાઇઝેશન સિસ્ટમ સારી બનાવે છે, તેથી ભોજન બાદ ગોળ ખાવાની સલાહ આપવામાં આવે છે.
3. તજ (Cinnamon)
તજનો ઉપયોગ મસાલા તરીકે કરવામાં આવે છે. પરંતુ તે ગેસ અને એસિડિટી દૂર કરવા માટ પણ ખુબ ઉપગોયી છે. તમે તજના ટુકડાને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પી લો.
4. લવિંગ
જ્યારે પણ ગેસ કે એસિડિટીની સમસ્યા શરૂ થાય તો તમે લવિંગ ચાવવાનું શરૂ કરી દો. આ ગરમ મસાલાનો ઉપયોગ આયુર્વેદિકમાં ઔષધિ તરીકે કરવામાં આવ્યો છે. તેનાથી પેટની સમસ્યા દૂર થાય છે.
આ પણ વાંચોઃ જસ્ટિન બીબરને થયેલા ગંભીર રોગના લક્ષણોને અવગણશો નહીં, જાણો બીમારી વિશે A To Z
5. વરીયાળી
વરીયાળીનો ઉપયોગ અમે સામાન્ય રીતે નેચરલ માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે. સાથે તે ભોજનનો ટેસ્ટ વધારવા માટે પણ ઉપયોગી છે. એસિડિટી દૂર કરવા માટે તમે વરીયાળીને પાણી સાથે પીવો તો જલદી રાહત મળશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખા અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube