Diabetes: ડાયાબિટીસની બીમારી ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે. જો કોઈને આ સમસ્યા થાય તો તેના માટે સૌથી મોટી ચિંતા એ વાતની હોય છે કે દૈનિક આહારમાં શું ખાવું અને શું નહીં. જો ખાવા પીવામાં થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો બ્લડ શુગર લેવલ અચાનક વધી જાય છે. જો વારંવાર બ્લડ સુગર લેવલ વધઘટ થાય તો કિડની અને હાર્ટ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. ડાયાબિટીસના દર્દી સાથે આવું ન થાય અને બ્લડ સુગર કંટ્રોલમાં રહે તે માટે દૂધમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને પી શકાય છે. દૂધમાં આ વસ્તુઓ ઉમેરીને પીવાથી બ્લડ સુગર લેવલ મેન્ટેન રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


દૂધમાં ઘી ઉમેરીને પીવાથી શરીરને થશે આ 5 જબરદસ્ત ફાયદા, આજથી જ પીવાનું કરો શરુ


બેડ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ સહિતની બીમારીમાં ફાયદો કરે છે જામફળ, જાણો અન્ય ફાયદા વિશે


ચોમાસામાં થતી આ 5 સમસ્યાથી બચવું હોય તો શરુ કરો હિંગનું સેવન, બીમારીઓનો થશે ખાતમો


દૂધ અને તજ


તો જ એક અસરકારક અને સ્વાદિષ્ટ મસાલો છે તેનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખૂબ જ ઝડપથી ફાયદો થાય છે. તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. દૂધમાં તજનો પાવડર ઉમેરીને પીવાથી ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરની ચિંતા રહેતી નથી.


દૂધ અને બદામ


દૂધ અને બદામનું કોમ્બિનેશન પણ સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેની દ્રષ્ટિએ ખૂબ જ સારું ગણાય છે. બ્લડ સુગર કંટ્રોલ રાખવામાં દૂધ અને બધા મદદ પણ કરે છે. ડાયાબિટીસના દર્દી દૂધમાં બદામ ઉમેરીને પીવાનું રાખે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો અનુસાર એક ગ્લાસ દૂધમાં બદામ ઉમેરીને નિયમિત ડાયાબિટીસના દર્દીએ પીવું જોઈએ.


દૂધ અને હળદર


હળદર વાળું દૂધ શરીર માટે ઔષધી સમાન છે. આ દૂધ કોઈપણ બીમારીમાં ખૂબ જ અસર કરે છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દી માટે પણ તે ફાયદાકારક છે. તેમાં એન્ટી ઇન્ફ્લિમેન્ટ્રી અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે ઇન્સ્યુલિનનું સ્તર મેન્ટેન કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)