બદલાતી ઋતુમાં સ્વાસ્થ્ય માટે કવચ છે આ 5 ફૂડ્સ, ડાયટમાં શામેલ કરશો તો બિમારી રહેશે જોજનો દૂર !
બદલતી ઋતુની સાથે સાથે ઘણા લોકોની તબિયતમાં પણ ફેરફાર થતો હોય છે. એવા સમયે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે. બિમારીથી બચવા માટે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોવી જરૂરી છે. તમારી ઇમ્યુનિટી સિસ્ટમ સારી હશે તો બિમારીથી દૂર રહેશો. જો કે, ઇમ્યુનિટી વધારવા માટે કેટલાક ફૂડનું સેવન જરૂરી છે.
1. સાઇટ્રસ ફૂડ્સ (ખાટા ફળો)
સૌથી પહેલા વાત કરીએ સાઇટ્રસ ફૂડ્સની. સાઇટ્રસ ફૂડ એટલે ખાટા ફળો. જેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જે તમારી રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. જેમ કે, લીંબુ, દ્રાક્ષ, સંતરા અને આમળા જેવા ખાટા ફળોનું સેવન કરી શકો છો.
2. પાલક
પાલક હેલ્ધી શાકભાજીમાંથી એક છે. જે પોષક તત્વોથી ભરપૂર છે. પાલકમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે લોહી માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત તેમાં કેલ્શિયમ, વિટામીન અને મેગ્નેશિયમ હોય છે. જે ફિટનેસ માટે મદદરૂપ છે.
3. બ્રોકલી
ફૂલાવર જેવા દેખાતા બ્રોકલીમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેમાં વિટામીન એ, સી અને ઇ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ બ્રોકલીમાં ફાઇબર અને એન્ટીઓક્સિડેન્ટ પણ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ છે.
4. લાલ મરચા
લાલ મરચામાં વિટામીન સી ની માત્રા રહેલી હોય છે. તેનાથી પણ રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય છે. લાલ મરચા શરીરમાં વાયરસ અને બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. તેમાં કરોટીન જેવા અનેક તત્વો રહેલા છે જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે.
5. ડ્રાય ફ્રૂટ્સ
ઇમ્યુનિટી વધારવા માટે ડ્રાય ફ્રૂટ્સ કારગર છે. જો તમે બદલાતા મોસમમાં તેનું સેવન કરશો તો ડ્રાય ફ્રૂટ્સમાંથી ફાઇબર, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ, એન્ટી એજિંગ જેવા તત્વો શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે.
આ પણ વાંચો:
દિવ્યાંગ દંપતીનો અનોખો સેવાયજ્ઞ : અનેક દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવ્યા
બરાબર 5 દિવસ બાદ મિથુન સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનના થશે ઢગલા!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube