Panipuri Food : પાણીપુરીના દિવાના ગામેગામ છે. એવુ ભાગ્યે જ કોઈ મળે જેને પાણીપુરી પસંદ ન હોય. અમદાવાદમાં પણ પાણીપુરીના અનેક એવા સ્પોટ છે, જ્યાં પાણીપુરી પ્રખ્યાત છે. પરંતુ જો અમદાવાદીઓને સ્વાદના આ ચટાકા માટે સાચવીને રહેવાની જરૂરી છે. તમને ખબર નથી કે તમે હોંશથી જે પાણીપુરી ખાઓ છે તે કેવી રીતે બને છે તે તમને ખબર નથી. શોખથી પાણીપુરી ઝાપટતાં લોકો માટે ચેતવણી સમાન દ્રશ્યો સામે આવ્યા છે. આપણે જે બટાકાને સડેલા સમજીને ફેંકી દઈ છે, તેવા બટેટાનો ઉપયોગ પાણીપુરી બનાવવામાં થઈ રહ્યો છે. હાઈજેનિકના નિયમોના લીરેલીરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દ્રશ્યો તમને ચીતરી ચઢે તેવા છે. ગટરના પાણીનો ભરાવો અને કચરાના ઢગ હોય ત્યાં તમારી ફેવરિટ પાણીપુરી બની રહી છે. અહીં ગંદકીમાં બનેલી પાણીપુરી અમદાવાદના કોઈ નાકે ઉભા રહીને તમને વેચવામા આવે છે. તમે બહુ રસથી આ પાણીપુરી સ્વાદ લઈને ખાઓ છે. જ્યાં આ પાણીપુરી બને છે ત્યાંથી માત્ર 500 મીટરના અંતરે આરોગ્ય વિભાગની કચેરી છે. સવાલ એ છે કે, ફૂડ વિભાગના અધિકારીઓની નાકના નીચે સૌથી ગંદી જગ્યાએ પાણીપુરી બની રહી છે. 


ડાયરો તો ગીતા રબારીનો, એવી જમાવટ થઈ કે રૂપિયાના ઢગલા થઈ ગયા, જુઓ Video


આ પાણીપુરી મામલે એએમસીના પૂર્વ ફૂડ એનાલિસીસ એક્સપર્ટ અતુલ સોનીએ જણાવ્યું કે, પાણીપુરી અનહાયજેનિક પરિસ્થિતિમાં ન બનતી હોય તેનું ધ્યાન રાખવું જોઈએ. તે જ્યા બનતી હોય ત્યાં જીવાતો કે પ્રાણીઓની અવરજવર ન થવી જોઈએ. સામાન્ય રીતે આરોગ્ય વિભાગ આવી બાબતોનું ધ્યાન રાખતું હોય છે. જો અનહાઈજેનિક સ્થિતિ જણાઈ આવે તો મહત્તમ ત્રણ વર્ષની સજા થઇ શકે છે. આવી પાણીપુરી ખાવાથી ઝાડા ઉલટી અને આંતરડા સુધીની સમસ્યા ઉભી થઇ શકે છે. 


વડોદરામાં પથ્થરમારા બાદ સરકારે લીધો મોટો નિર્ણય, ગૃહ વિભાગે કરી જાહેરાત


અહેવાલની અસર 
જોકે, ZEE 24 કલાકના પાણીપુરીના અહેવાલ બાદ AMC ના ફૂડ વિભાગના શહેરના જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. ખરાબ બટેકાના વેચાણ કરતા એકમો ઉપર તવાઈ બોલાવાઈ હતી. અમદાવાદના કુબેરનગર અને જમાલપુર શાકભાજી માર્કેટમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ખરાબ બટેકા લોકોની ડીશ સુધી ન પહોંચે તે માટે કાર્યવાહી કરવામા આવી. કુબેરનગરમાં એક એકમને સીલ કરવામાં આવ્યું હતું. સાથે જ ખરાબ બટાકાનો જથ્થો મળતા નાશ કરવામાં આવ્યો હતો. તેમજ પકોડી તળવા વપરાતા તેલનું ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યું છે. મસાલો બનાવવા વપરાતા સમાનની તપાસ શરુ કરવામાં આવી


ગુજરાત સરકારના દાવા પોકળ નીકળ્યા, 3 વર્ષમાં એટલા કોમી છમકલા થયા કે ગુજરાતની છબી બગડી