નવી દિલ્હીઃ કોરોના સંક્રમણનો શિકાર થયેલા લોકોને લઈને એક ચોંકાવનારો સ્ટડી રિપોર્ટ સામે આવ્યો છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આ વાયરસ પુરૂષોમાં સીમેનની ગુણવત્તા પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે. હકીકતમાં અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ના સંશોધકોએ સંક્રમણના પ્રભાવને લઈને 30 પુરૂષો પર સ્ટડી કરી છે, તેમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચને સ્પર્મ કાઉન્ટ ટેસ્ટના નામથી ઓળખવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19-45 ઉંમર વર્ગના લોકોનો ટેસ્ટ
આ અભ્યાસ ક્યૂરિયસ જર્નલ ઓફ મેડિકલ સાયન્સમાં પ્રકાશિત થયો છે. એમ્સ પટના, દિલ્હી અને આંધ્રના મંગલાગરીના રિસર્ચરોએ મળીને તેના પર રિસર્ચ કર્યું છે. એમ્સ પટના હોસ્પિટલમાં 19-45 ઉંમર વર્ગના 30 કોરોના પુરૂષ દર્દીએ ઓક્ટોબર 2020 અને એપ્રિલ 2021 વચ્ચે અભ્યાસમાં ભાગ લીધો હતો. બુકના ઓથરે જણાવ્યું કે સીમેન તથા સ્પર્મ તપાસ માટે દરેક સંક્રમિતોનું પહેલું સેમ્પલ લેવામાં આવ્યું હતું, તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. પછી 74 દિવસ બાદ બીજો નમૂનો લેવામાં આવ્યો અને તે બધા ટેસ્ટ ફરી કરવામાં આવ્યા હતા.


આ પણ વાંચોઃ આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન


સીમેનની સંખ્યામાં મોટો ઘટાડો
પહેલા સેમ્પલની તરાસમાં સામે આવ્યું કે સીમેનમાં કોરોના તો નથી, પરંતુ તેની માત્રા, ગતિશીલતા અને શુક્રાણુઓની સંખ્યા થોડી ઓછી થઈ ગઈ હતી. તો વાઇટ બ્લડ સેલ સહિત ઘણી વસ્તુમાં વૃદ્ધિ થઈ છે. આ સિવાય સંશોધકોને બીજા સેમ્પલની તપાસમાં સીમેનની સ્થિતિ વધુ સારી જોવા મળી નહીં. રિપોર્ટ લગભગ સરખો હતો. આ તપાસ દરમિયાન સંશોધકોએ કહ્યું કે કોરોના વાયરસ પુરૂષોના સીમેન તથા સ્પર્મ કાઉન્ટ પર ખરાબ અસર કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube