રોજ સવારે ખાલી પેટ પી લેવું આ પાણી, યુરિક એસિડ સહિતની સમસ્યાથી મળશે રાહત
Ajwain Water Benefits: અજમા એવો મસાલો છે જે અલગ અલગ રીતે સ્વાસ્થ્યને લાભ કરે છે. જો યુરિક એસિડ વારંવાર વધી જતું હોય તો પણ તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. રોજ સવારે અજમાનું પાણી પીવાથી માત્ર યુરિક એસિડમાં જ નહીં શરીરને અન્ય ફાયદા પણ થાય છે.
Ajwain Water Benefits: લાઈફસ્ટાઈલ સંબંધિત ઘણી બીમારીઓ નાની ઉંમરમાં લોકોને થઈ જાય છે. લાઈફસ્ટાઈલ સંબંધિત ગંભીર સમસ્યાઓમાંથી એક છે શરીરમાં વધી જતું યુરિક એસિડ. યુરિક એસિડ શરીરમાં વધી જાય તો સાંધાના અસહ્ય દુખાવા વધી જાય છે. આ સિવાય જ્યારે શરીરમાં યુરિક એસિડ વધી જાય છે તો સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ગંભીર સમસ્યા પણ થવા લાગે છે. યુરિક એસિડ વધી જવાથી સાંધાના દુખાવા સહિત, ડાયાબિટીસ, હૃદય અને કિડની સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે. આવું ન થાય તે માટે જરૂરી છે કે શરીરમાં યુરિક એસિડને વધતું અટકાવવામાં આવે. આ કામ દવા વિના ઘરગથ્થુ ઉપાયથી પણ કરી શકાય છે. આજે તમને એવો ઘરગથ્થુ ઉપાય વિશે જે વધતાં યુરિક એસિડને કંટ્રોલ કરે છે.
આ પણ વાંચો:
Heart Attackના આ સંકેતોને ક્યારેય અવગણશો નહીં, મૃત્યુનું વધશે જોખમ
Sore Throat: ઉધરસના કારણે થતાં ગળાના દુખાવાને તુરંત મટાડે છે આ દેશી નુસખા
વ્યવહારમાં થતા 4 ફેરફાર મગજની બીમારી તરફ કરે છે ઈશારો, બીજા નંબરનું લક્ષણ સૌથી ગંભીર
અજમા એવો મસાલો છે જે અલગ અલગ રીતે સ્વાસ્થ્યને લાભ કરે છે. જો યુરિક એસિડ વારંવાર વધી જતું હોય તો પણ તમે અજમાનો ઉપયોગ કરી શકો છો. યુરિક એસિડ વધતું હોય તો રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા ઉમેરીને રાખી દો. સવારે આ પાણીને ગાળી અને પી જવું. તમે અજમાની સાથે પાણીમાં આદુને પણ પલાશી શકો છો.
રોજ સવારે અજમાનું પાણી પીવાથી માત્ર યુરિક એસિડમાં જ નહીં શરીરને અન્ય ફાયદા પણ થાય છે. જેમકે આ પાણી પીવાથી એસિડિટી અને કબજિયાત જેવી તકલીફો પણ દૂર થાય છે. જો તમને સાંધાના દુખાવાની સમસ્યા હોય ત્યારે પણ સવારે અજમાનું પાણી પીવું ફાયદાકારક સાબિત થાય છે. આ પાણી પીવાથી સાંધાના દુખાવા મટે છે. અજમાની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે શરીરમાંથી શરદી ઉધરસ સેવા વાઇરલ ઇન્ફેક્શનને દૂર કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)