Almonds Side Effects: આપણે સૌ જાણીએ છીએ કે બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.. આ સૂકો મેવો પોષકતત્વોથી ભરપૂર હોય છે. પરંતુ જો બદામને તમે ખોટી રીતે ખાવ છો તો તે સ્વાસ્થ્ય માટે દારૂ કરતા પણ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. આ વાત સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક તથ્ય પણ છે જે આજે તમને જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: સ્ટ્રોક આવે તેના 7 દિવસ પહેલા શરીરમાં દેખાય છે આ 5 લક્ષણ, ઈગ્નોર કરવાની ન કરવી ભુલ


ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ સદગુરુ એ તેના એક વીડિયોમાં જણાવ્યું હતું કે જો બદામને ખોટી રીતે ખાવામાં આવે તો તે લીવર માટે દારૂ કરતાં પણ વધારે ભયંકર સાબિત થાય છે. સદગુરુ એ જણાવ્યું હતું કે બદામ ખાવાની સાચી રીત કઈ છે તે જાણવી જરૂરી છે.. બદામમાં પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે. જે આપણા શરીરને ફાયદો કરે છે. પરંતુ આ ફાયદો ત્યારે થાય છે જ્યારે બદામને સાચી રીતે ખાવામાં આવે જો ખોટી રીતે બદામ ખાતી હોય તો તે નુકસાન પણ કરે છે. 


આ પણ વાંચો: એક, બે નહીં આ 7 સ્વાસ્થ્ય સમસ્યા થશે.. જો જમ્યા પછી તુરંત કે જમવાની સાથે પાણી પીશો


સદગુરુના જણાવ્યા અનુસાર બદામને ખાતા પહેલા આખી રાત પાણીમાં પલાળીને રાખવી જોઈએ. સવારે જાગીને પલાળેલી બદામની છાલ ઉતારીને પછી જ તેને ખાવી. આ રીતે બદામ ખાવાથી તે સરળતાથી પચે છે અને શરીરને સૌથી વધુ પોષણ મળે છે. 


બદામમાં પ્રોટીન, વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફાઇબર અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી ત્વચા અને વાળને લાભ થાય છે. સાથે જ તે હાર્ટની હેલ્થ પણ સારી રાખે છે. બદામનું સેવન નિયમિત કરવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. 


આ પણ વાંચો: પેશાબમાં ઇન્ફેક્શનનો રામબાણ ઈલાજ છે આ આયુર્વેદિક ઉપાય, દુર્ગંધ અને બળતરાથી મળશે રાહત


બદામ દારૂ કરતા વધારે ખતરનાક કેવી રીતે ? 


હવે પ્રશ્ન એ થાય કે બદામ ખોટી રીતે ખાવાથી દારૂ કરતા વધારે ખતરનાક કેવી રીતે સાબિત થાય ? જ્યારે તમે બદામને પલાળ્યા વિના ખાવ છો તો તેની અસર ધીરે ધીરે પાચનતંત્ર અને અન્ય અંગો પર પડે છે. જો તમે લાંબા સમય સુધી પલાળ્યા વિના બદામ ખાવ છો તો ઘણા ગંભીર રોગ પણ શરીરમાં શરૂ થઈ શકે છે. કાચી બદામ સૌથી વધુ લીવરને ડેમેજ કરે છે. ફરક એટલો છે કે દારૂનું સેવન કરવાથી શરીરને તુરંત જ નુકસાન થવા લાગે છે જ્યારે બદામ ધીરે ધીરે શરીરને નુકસાન કરે છે અને આ નુકસાન પણ સ્થાયી હોય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)