Bael Patra Benefits: બીલીપત્રનું નામ આવતાની સાથે જ આપણા મનમાં પહેલો વિચાર ભોલેનાથને અર્પણ કરવામાં આવતા બીલીપત્રનો આવે છે. બીલીપત્રનો ઉપયોગ સામાન્ય રીતે પૂજા-પાઠમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે બેલપત્રનું સેવન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જી હા... તમે સાચું સાંભળ્યું છે. બીલીપત્રમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન A, C, B1 અને B6 હોય છે. આ સિવાય બીલીપત્રમાં કેલ્શિયમ અને ફાઈબર સારી માત્રામાં હોય છે. બીલીપત્ર સ્વાસ્થ્ય માટે દવા સમાન છે. દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ બીલીપત્ર ખાવાના ફાયદા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીલીપત્ર ખાવાના ફાયદા
પેટ માટે ફાયદાકારક

દરરોજ સવારે બીલીપત્રનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાથી રાહત મળે છે. બીલીપત્રામાં ફાઈબર સારી માત્રામાં હોય છે જે પાચનક્રિયાને સારી રાખવામાં મદદરૂપ છે. જો તમને પાચન સંબંધી સમસ્યા હોય તો તમે બીલીપત્રનું સેવન કરી શકો છો.


હૃદય માટે ફાયદાકારક
હૃદયરોગના દર્દીઓને તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. બીલીપત્રામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે હાર્ટની બીમારીથી બચાવી શકે છે. બીલીપત્ર તમારા હૃદયને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.


શિયાળામાં મોર્નિંગ વોક દરમિયાન ભૂલથી પણ ના કરતા 3 ભૂલ, નહીંતર પડી શકે છે ભારે


ડાયાબિટીસ
બીલીપત્રમાં રહેલા ફાઈબર અને અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.


રોગપ્રતિકારક શક્તિ
રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા અને બીમારીઓથી બચવા માટે તમે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરી શકો છો.


નવા વર્ષની ખેડૂતોને ભેટ! સરકારનો મોટો નિર્ણય, એક્સ્ટ્રા સબસિડીની કરાઈ જાહેરાત


કેવી રીતે કરવું બીલીપત્રનું સેવન
બીલીપત્રને તમે ઘણી રીતે તમારી ડાઈટમાં સામેલ કરી શકો છો. તમે તેને ધોઈને ચાવીને ખાઈ શકો છો. આ ઉપરાંત તમે ચા અથવા ઉકાળો બનાવીને પી શકો છો. બીલીપત્રને મધમાં ભેળવીને પણ પી શકાય છે.


Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.