સામાન્ય રીતે લવિંગ એ દરેક ભારતીય ગૃહિણીના રસોડામાં જોવા મળતો એકદમ સામાન્ય ભારતીય મસાલો છે. જે વાનગીનો સ્વાદ તો વધારે છે જ પરંતુ સાથે સાથે તેનાથી પોષણ મૂલ્યને પણ પ્રોત્સાહન મળે છે. વૈજ્ઞાનિક રીતે લવિંગને સાઈઝિયમ એઓમેટિકમ તરીકે ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં સદીઓથી તેનો પ્રયોગ ઔષધીય ગુણો તરીકે ઉપયોગમાં લેવાય છે. જો તમે રોજ રાતે સૂતા પહેલા 2થી 3 લવિંગ મોઢામાં ચાવો તો તેનાથી દાંતથી લઈને મોઢામાં થનારી મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. રોજ રાતે લવિંગના સેવનથી શું ફાયદા થાય છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુગર લેવલ કંટ્રોલ કરે
રોજ રાતે સૂતા પહેલા જો તમે લવિંગ ચાવીને ખાઓ તો તેનાથી શુગર લેવલ કંટ્રોલ કરી શકાય છે. લવિંગનો અર્ક આપણા શરીરમાં હોર્મોન ઈન્સ્યુલિનની જેમ કામ કરે છે. જે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરે છે. એક મહિના સુધી રોજ આ રીતે લવિંગ ચાવવાથી ટાઈપ 2 ડાયાબિટિસના જોખમને ઓછું કરી શકાય છે. 


લવિંગ આંતરડાના સ્વાસ્થ્યને સારું કરે
લવિંગ ફાઈબરથી ભરપૂર હોય છે અને તેમાં એન્ટીઓક્સીડન્ટ્સ ગુણ ખુબ સારા પ્રમાણમાં હોય છે. જો તમે રોજ લવિંગ ચાવીને ખાઓ તો તેનાથી આંતરડાના સ્વાસ્થ્યને સારું કરી શકાય છે. લવિંગ અપચામાંથી રાહત અને ગેસની પરેશાનીને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આ સાથે જ કબજિયાત પણ દૂર કરી શકે છે. 


લિવરને સ્વસ્થ રાખે
લિવરની પરેશાનીને દૂર કરવા માટે રોજ રાતે સૂતા પહેલા લવિંગ ચાવીને ખાઓ. તેમાં એન્ટીઓક્ટીડન્ટ્સ ભરપૂર હોય છે જે લિવરને ફ્રી રેડિકલ્સથી સુરક્ષિત રાખે છે. તેનાથી ડેમેજ સેલ્સને રિપેર કરવામાં મદદ મળી શકે છે. જો તમે લિવરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો રાતે સૂતા પહેલા લવિંગ ચાવીને ખાઓ. 


યુટીઆઈની કરે સારવાર
લવિંગ ચાવીને ખાવાથી શરીરને બેક્ટેરિયલ અને વાયરલ સમસ્યાઓથી સુરક્ષિત રાખી શકાય છે. લવિંગમાં ઈથેનોલિક અર્ક હોય છે. જે એન્ટીબેક્ટેરિયલ ગુણોનો ભંડાર છે. તેનાથી યુરિન પથના સંક્રમણને દૂર કરી શકાય છે. તેનાથી યુટીઆઈની પરેશાનીને દૂર કરી શકાય છે. 


નોંધ- રાતે સૂતા પહેલા લવિંગ ચાવીને ખાવાથી અનેક પરેશાની દૂર કરી શકાય છે. જો કે ધ્યાન રાખવું જોઈએ કે જો તમારી સ્થિતિ વધુ ગંભીર થઈ રહી હોય તો તમારા ડોક્ટરને સલાહ ચોક્કસ લો. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube