Health Tips: ઉંમર નાની દેખાડવામાં અકસીર છે વરિયાળીનો ફેસપેક
વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે ઘણીવાર કર્યો હશે. પરંતુ હવે તેનો ઉપયોગ મૂડ ફ્રેશનર અને મોર્નિંગ ફ્રેશનર તરીકે કરવાની રીત પણ શીખી લો. વરિયાળીની સુગંધ તમારા દિવસને મહેકાવી દેશે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે ઘણીવાર કર્યો હશે. પરંતુ હવે તેનો ઉપયોગ મૂડ ફ્રેશનર અને મોર્નિંગ ફ્રેશનર તરીકે કરવાની રીત પણ શીખી લો. વરિયાળીની સુગંધ તમારા દિવસને મહેકાવી દેશે. વરિયાળીનો ઉપયોગ દિવસની શરૂઆતમાં કરવાથી મૂડ ફ્રેશ થાય છે. કારણકે તેનાથી મગજમાં હેપ્પી હોર્મોન્સનું સ્તર વધે છે. તેની સુગંધ મગજને શાંતિ આપે છે. એટલે તમારા દિવસની શાંત પરંતુ એક્ટિવ શરૂઆત થાય છે. જ્યારે તમે વરિયાળીની સાથે દિવસની શરૂઆત હર્બલ લેપ સાથે કરશો, તો તમારી ત્વચા તમારા આખા દિવસમાં તાજગી ભરી દેશે.
વરિયાળીની પેસ્ટ કેવી રીતે બનાવવી
વરિયાળી ઉનાળામાં ગરમીને દૂર કરીને ફ્રેશનેસ એટલે કે તાજગી આપવાનું કામ કરે છે. એટલા માટે જરૂરી નથી કે તમે વરિયાળીનો ઉપયોગ ભોજનમાં જ કરો. તમે લેપ બનાવીને પણ વરિયાળીના ભરપૂર ફાયદા ઉઠાવી શકો છો.
-2 ચમચી વરિયાળીનો પાવડર
-2 ચમચી દહીં
-2 ચમચી ગુલાબજળ
-1/4 ચમચી હળદર
ત્રણેય વસ્તુને એક સાથે મિક્સ કરો અને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને 15થી 20 મિનિટ સુધી રાખો. આ પેસ્ટને ગળા પર લગાવીને 20 મિનિટ પછી નહાશો તો તમારુ તન અને મન બંને ખિલી ઉઠશે.
ત્વચા ખૂબ જ સાફ રહેશે
ચહેરા પર વરિયાળીની પેસ્ટ પહેલીવાર લગાવી હોય તો પણ તમને પહેલીવારમાં ફેર જોવા મળશે. તમારી ત્વચા ખૂબ જ સ્વચ્છ અને સૌમ્ય લાગશે. તમે આવી સ્કીનને બેબી સોફ્ટ સ્કીન પણ કહી શકો છો. આવુ એટલા માટે થાય છે, કારણકે વરિયાળીમાં ઘણા જાદુઈ ગુણ હોય છે. જે ત્વચા માટે અમૃત જેવુ કામ કરે છે. જિંક, કોપર અને મેગ્નેશિયમ. આ ત્રણેય તત્વો વરિયાળીમાં જોવા મળે છે. આ તત્વોની ત્વચા પર વિશેષ અસર પડે છે. વરિયાળીના પેકને જો રેગ્યુલર લગાવવામાં આવે તો તમારી ઉંમર 15 વર્ષ નાની દેખાવા લાગશે. આ માત્ર વાત નથી પરંતુ હકીકત છે. એકવાર આ પેસ્ટના પ્રયોગ બાદ તમે પણ તેના ચાહક બની જશો. વરિયાળીની પેસ્ટ ત્વચા માટે સંજીવનીનું કામ કરે છે.
વૃદ્ધાવસ્થા રોકે છે અને ફ્રીકલ્સ દૂર કરે છે
જો તમારે વરિયાળીની પેસ્ટના ફાયદા જાતે અનુભવવા છે તો માત્ર એક સપ્તાહ ચહેરા પર વરિયાળીની પેસ્ટ લગાવો. આ વાત પછી તમે જાતે જ તમારી સ્કીનને પસંદ કરવા લાગશો. તમે ઈચ્છો તો આ પેસ્ટને સપ્તાહના ત્રણ દિવસ ચહેરા પર લગાવો. કોઈપણ ઋતુમાં તમારી ત્વચા ગ્લોઈંગ, સોફ્ટ અને સુંદર રહેશે.
ટોનર કેવી રીતે બનાવવું
ફ્રીકલ્સને દૂર કરવા માટે તમે વરિયાળીનું ટોનર સરળતાથી ઘરે બનાવી શકો છો. આ ટોનર દરરોજ ફક્ત 5 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે અને તમે આખા દિવસમાં જ્યારે ચહેરો સાફ કરવા માગતા હોવ ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો. તમે એક અઠવાડિયામાં આ ટોનરના ફાયદા તમે જાતે અનુભવી શકો છો.
આ માટે, 2 ચમચી વરિયાળીને અડધા કપ પાણીમાં ધીમા તાપે 5 મિનિટ સુધી ઉકાળો. હવે ગેસ બંધ કરીને પાણીને ઢાંકી રાખો. જ્યારે પાણી ઠંડુ થાય છે ત્યારે તેને ગાળીને કોઈ સ્પ્રે બોટલમાં ભરી લો. તમે ઈચ્છો તો ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. હવે તમારું સંપૂર્ણપણે કુદરતી અને હર્બલ સ્કીન ટોનર તૈયાર છે. જે ફક્ત ફ્રીકલ્સને જ દૂર નહીં કરે, પરંતુ તમને દિવસભર તાજગીનો અનુભવ પણ કરાવશે.
ફક્ત 7 દિવસ ટ્રાય કરો
વરિયાળીની પેસ્ટ બનાવવાની રીત જે દર્શાવવામાં આવી છે તે નોર્મલ અને ઓઈલી સ્કીન માટે છે. જો તમારી સ્કીન શુષ્ક રહે છે, તો તમે તેમાં અડધી ચમચી મધ ઉમેરો. જો તમારી ત્વચા પર ખીલ વધારે છે, તો તેમાં એક ચમચી એલોવેરા જેલ ઉમેરો. આમ વરિયાળીની પેસ્ટ તમામ પ્રકારની ત્વચા માટે એક અક્સીર સંજીવની સાબિત થઈ શકે છે.