Anxiety symptoms: ઘણી વખત એવું થાય છે કે કોઈ એક વાતને લઈને મનમાં ડર સતત સતાવતો રહે છે. વારવાર એક જ વાતને લઈને ડર લાગ્યા કરતો હોય છે. જ્યારે ડર લાગવા લાગે છે ત્યારે ઓટોમેટીક આપણા હાર્ટબિટ્સ વધી જાય છે અને ક્યારેક તો પરસેવો છૂટવા લાગે છે.  આ બધા લક્ષ્ણો સ્વાસ્થ્ય માટે સારા નથી. આ લક્ષ્ણ એન્ઝાઈટીની શરૂઆત છે. તેનાથી તમારું માનસિક સંતુલન બગળી શકે છે. જ્યારે એન્ઝાઈટી વધે છે ત્યારે વ્યક્તિ ધીમે-ધીમે ડિપ્રેશનમાં જતો રહે છે. જાણો આ બિમારીના લક્ષ્ણો અને ઉપચારની રીત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


ફટાફટ ઘટાડવું હોય વજન તો રોજ સવારે પીવાનું રાખો આ પાણી, બીમારીઓ પણ થશે છુમંતર


રોજ સવારે ખાલી પેટ ખાવાનું રાખો લસણ અને મધ, શરીરને થશે આ ગજબના ફાયદા


તાવ આવે ત્યારે રહે છે સાંધાનો દુખાવો? તો અજમાવો આ દેશી નુસખા તુરંત મળશે આરામ



નિર્ણય લેવામાં થાય છે મુશ્કેલી


જ્યારે એન્ઝાઈટી થાય છે ત્યારે મનમાં ડર અને ચિંતાની ભાવના રહે છે. આ પ્રકારના વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાઈ જાય છે. ચિંતા અને ગભરામણમાં વ્યક્તિ નિર્ણય લઈ શકતો નથી. અત્યારના સમયમાં યુવાનોમાં આ સમસ્યા ખાસ જોવા મળે છે. આવા સમયમાં રોગને ઓળખીને મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ.


એન્ઝાઈટીના લક્ષ્ણો


વધુ પડતો ડર લાગવો
હાર્ટબિટ્સ વધવા
શરીર ધ્રુજવું
શ્વાસ ફુલવો
ગળામાં કઈ ફસાયું હોય તેવો અહેસાસ થવો
છાતીમાં દુખાવો


મગજ પર પડે છે અસર


નશીલા પદાર્થોનું સેવન કરવાથી આ પ્રકારનો રોગ થાય છે. યુવાનોમાં વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે તેવામાં યુવાનોમાં આ પ્રકારની સમસ્યામાં પણ વધારો થયો છે. ઘણા યુવાનોને આ પ્રકારની સમસ્યા થાય છે તેવું કહેતા પણ નથી જેના કારણે તેમને મગજ પર અસર થવા લાગે છે અને તેઓ મેન્ટલ હેલ્થનો શિકાર બની જાય છે. 


એન્ઝાઈટીનો ઉપચાર


એન્ઝાઈટીથી બચવા માટે રોજ યોગા કરો. સવાર-સાંજ ચાલવાનું રાખો, તમે તમારા નજીકના મિત્ર સાથે તમાર વાતનું આદાન-પ્રદાન કરો. એન્ઝાઈટીના લક્ષ્ણ દેખાય તો તબીબમે જાણ કરો. એકલા બેસીને વિચારવું ના જોઈએ રોજ કોઈને કોઈ એક્ટિવિટી કરતા રહેવું જોઈએ.