નવી દિલ્હીઃ ઠંડી બાદ હવે ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. ગરમ હવાઓ, પરસેવો અને પ્રદૂષણના કારણે આ સિઝનમાં સ્કિનને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એટલા માટે ઠંડી કરતાં ગરમીની સિઝનમાં સ્કિનનું વધારે ધ્યાન રાખવું પડે છે. આ દરમિયાન ત્વચા માટે એલોવેરા જેલ, ચંદન, મુલતાની માટી, બરફ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આજે આપણે ચંદન વિશે વાત કરીશું કે તે કેવી રીતે કાળઝાળ ગરમીમાં ત્વચાને રાહત આપવાનું કામ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજારો વર્ષોથી ચંદનને સુંદરતા માટે એક ઉત્તમ ઔષધ માનવામાં આવે છે. ચંદન માત્ર પ્રાકૃતિક જ નથી પણ ભરોસાપાત્ર અને અસરકારક પણ છે. ચંદન એક સુગંધિત લાકડું છે. જેનો ઉપયોગ વિવિધ સારવાર માટે થાય છે. તેના ઔષધીય ગુણોને લીધે સ્કિન સંબંધિત ઘણી સમસ્યાઓ જેમ કે ખીલ, ટેનિંગ, સનબર્નથી લઈને કરચલીઓ માટે તેનો ઉપયોગ થાય છે.


આ પણ વાંચોઃ શેમ્પૂ અને તેલને સાઈડમાં રાખીને ભાતના ઉપયોગથી વાળને બનાવો શાનદાર  


આ 4 રીતે ચંદનનો કરો ઉપયોગઃ
1. કોમળ સ્કિન માટેઃ

વર્ષમાં અમુક એવા દિવસો આવે છે જ્યારે આપણી સ્કિન ખૂબ જ કોમળ અને સુંદર દેખાય છે, પરંતુ દરેક એવું ઈચ્છે કે, હંમેશા સ્કિન આવી જ રહે. હવામાનમાં ફેરફારની અસર આપણી ત્વચા પર પણ પડે છે. જો તમારી સ્કિનનો ગ્લો ખોવાઈ ગયો છે, તો ચંદનનો ઉપયોગ રામબાણ ઈલાજ બની શકે છે. ચંદનના તેલથી ચહેરા પર માલિશ કરો અને તેને આખી રાત રહેવા દો. સવારે નવશેકા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમારી ત્વચા નરમ અને ચમકદાર બનશે.


2. સન ટેન માટેઃ
ઉનાળાની ઋતુમાં સન ટેનિંગ અથવા સન બર્ન એક સામાન્ય સમસ્યા છે. જો કે, ચંદનનો પેક આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ માટે તમારે કાકડીના રસમાં એક ચમચી દહીં, એક ચમચી મધ, લીંબુના રસના થોડા ટીપાં અને એક ચમચી ચંદન પાવડર મિક્સ કરવાનો છે. હવે આ પેસ્ટને ચહેરા અથવા હાથ પર માસ્કની જેમ લગાવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. તેનાથી ચહેરા પરના ડાર્ક સ્પોટ્સ અને સનટેનને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.


આ પણ વાંચોઃ કિવિથી બનેલા આ ફેસ પેકના ઉપયોગથી સ્કીનને બનાવો ચમકદાર  


3. ડાર્ક સર્કલ્સ માટેઃ 
જો તમે ડાર્ક સર્કલની સમસ્યાથી પરેશાન છો, તો એક ચમચી ચંદન પાવડર અને નારિયેળ તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને તેનાથી આંખોની માલિશ કરો, તેના રોજિંદા ઉપયોગથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થઈ શકે છે.


4. ઓયલી સ્કિન માટેઃ
જો તમારી ત્વચા ઓયલી છે તો તેના માટે ચંદનના પાવડરમાં ગુલાબજળના થોડા ટીપાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો. થોડા સમય માટે તેને ચહેરા પર રાખો, જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને ધોઈ લો. તેનાથી ત્વચાના તેલની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube