COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવી દિલ્લીઃ હીંગનું પાણી  પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં હીંગનું પાણી કેવી રીતે તૈયાર કરવું તે જાણવું જરૂરી છે. સાથે જ જાણો તેના ફાયદા અને કેટલું પાણી પીવું. શાકભાજીનો સ્વાદ વધારવા માટે રસોડામાં હીંગનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ હીંગનું પાણી પણ સ્વાસ્થ્ય માટે કોઈ દવા થી ઓછું નથી. હા, હીંગના પાણીનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. હીંગના પાણીથી સંબંધિત કેટલાક મુખ્ય તથ્યો વિશે જાણીશું.   હીંગના પાણીના ફાયદાઓ:
1. હીંગના પાણીનું સેવન કરવાથી મેટાબોલિઝમમાં સુધારી કરી શકાય છે. આ સ્થિતિમાં હિંગને હુંફાળા પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરો. આમ કરવાથી મેટાબોલિક પ્રવૃત્તિમાં સુધારો થઈ શકે છે.
2. વજન ઘટાડવામાં હીંગનું પાણી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હીંગ ની અંદર સ્થૂળતા વિરોધી ગુણો જોવા મળે છે, જે શરીરના વજનને નિયંત્રણમાં રાખી શકે છે. 3. માથાના દુખાવાની સમસ્યા ને દૂર કરવામાં હીંગનું પાણી ખૂબ જ ઉપયોગી છે. આ સ્થિતિમાં હિંગને પાણીમાં ભેળવીને તેનું સેવન કરો. આમ કરવાથી માથાનો દુખાવો સાથે માઈગ્રેનની સમસ્યામા પણ રાહત મળે છે. 4. જો મહિલાઓને પિરિયડના સમય દરમિયાન અનિચ્છનીય પીડાનો સામનો કરવો પડે છે, તો જણાવી દઈએ કે હિંગના પાણીથી પણ આ સમસ્યાને દૂર કરી શકાય છે. તે એવું છે કે મહિલાઓએ હિંગને હુંફાળા પાણીમાં ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. હીંગનું પાણી કેવી રીતે બનાવવું:
1. સૌ પ્રથમ પાણી ગરમ કરો 2. હવે જ્યારે તે થોડું ગરમ થઈ જાય ત્યારે પાણીમાં હિંગ નો પાવડર સારી રીતે મિક્સ કરી લો 3. હવે પાણીને ઠંડુ કરીને પી લો પાણી કેટલું પીવું:
નિયમિતપણે વ્યક્તિ અડધા ગ્લાસ પાણીમાં એક ચપટી હિંગ પાવડર નું સેવન કરી શકે છે. જો કે, તેના જથ્થા વિશે ચોક્કસ માહિતી તમારી ઉંમર અને લિંગ ના આધારે આધાર રાખે છે. આવી સ્થિતિમાં, આહાર નિષ્ણાત પાસેથી યોગ્ય માત્રા વિશે માહિતી મેળવો.