Health Tips: દરેક ભારતીય ઘરના રસોડામાં હિંગ જોવા મળે જ છે. હિંગ ભોજનમાં સ્વાદ વધારે છે તેની સાથે જ તેના અન્ય ઘણા ફાયદા પણ છે. હિંગ નો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. આયુર્વેદમાં હિંગને ઔષધી કહેવામાં આવી છે. કારણ કે હિંગમાં ઘણા બધા ઔષધીઓ ગુણ હોય છે. હિંગનું સેવન કરવાથી આપણા શરીરને ઘણી સમસ્યાઓ દૂર થાય છે. શરીરમાં એવી ઘણી સમસ્યાઓ હોય છે જેનાથી છુટકારો મેળવવા માટે હિંગના પાણીનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો તેમને જણાવીએ કે હિંગ કઈ કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: હાર્ટ એટેક આવવાની ચિંતાથી છુટકારો મેળવવો હોય તો આ 3 વસ્તુઓનો ડાયટમાં કરશો સમાવેશ


આયુર્વેદ અનુસાર હિંગ સ્વાસ્થ્યનો ખજાનો છે. કારણ કે તેનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે. ખાસ કરીને જો તમે હિંગના પાણીનો ઉપયોગ કરો છો તો ઘણી બીમારીઓથી તુરંત રાહત મળી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે હિંગનું પાણી કઈ કઈ સમસ્યાઓમાં રામબાણ દવા જેવું કામ કરે છે.


અપચો


જો તમને પેટ સંબંધિત કોઈ સમસ્યા છે તો હિંગ તમારા માટે ઔષધી છે. પાચન સંબંધિત સમસ્યા હોય તો એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડી હિંગ મિક્સ કરો અને પછી તેને પી જવું. આ સિવાય હિંગમાં પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવીને તેને નાભિની આસપાસ લગાડી દો તેનાથી પાચન બરાબર થઈ જાય છે. 


આ પણ વાંચો: Nimboli : લીમડા કરતાં વધુ લાભકારી હોય છે લીંબોળી, આ રીતે ખાવાથી શરીર રહે છે નિરોગી


માથાનો દુખાવો


ઘણા લોકોને વારંવાર માથાનો દુખાવો થતો હોય છે આવી સ્થિતિમાં વારંવાર પેનકિલર ખાવી ખતરનાક સાબિત થઈ શકે છે. જો તમે માથાના દુખાવાને નેચરલ ઈલાજ થી દૂર કરવા ઈચ્છો છો તો હિંગને વાટી તેમાં થોડું પાણી ઉમેરી પેસ્ટ બનાવો અને પછી તેને માથા પર લગાડી દો તમને થોડી જ મિનિટોમાં માથાના દુખાવાથી રાહત મળી જશે.


આ પણ વાંચો: હાર્ટના પેશન્ટ માટે ઝેર સમાન છે આ વસ્તુઓ, હાર્ટ એટેકથી બચવું હોય તો ડાયટ બદલો તુરંત


પેટ ફુલી જવું


ઘણા લોકોને પેટ ફુલી જવાની ફરિયાદ પણ રહેતી હોય છે જેનું કારણ અયોગ્ય આહાર હોય છે. પેટ ફુલી જાય તો તેનાથી હાલ બેહાલ થઈ જાય છે. આ સ્થિતિમાંથી તુરંત રાહત મેળવવા માટે સરસવના તેલમાં હિંગ મિક્સ કરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને નાભિની આસપાસ લગાડો. તેનાથી તુરંત રાહત મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)