Ashwagandha Benefits: શરીર નિરોગી રહે તે માટે જરૂરી છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય. જો રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત હશે તો વ્યક્તિનું શરીર પણ નિરોગી રહે છે. નબળી ઇમ્યુનિટીના કારણે વાયરલ ઇન્ફેક્શન સહિતની બીમારી થવાનું જોખમ વધી જાય છે. જો વારંવાર બીમાર પડવું ન હોય તો સૌથી પહેલાં જરૂરી છે કે તમે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત કરવા માટે લાઈફ સ્ટાઈલમાં સુધારો કરવો જરૂરી છે. આયુર્વેદમાં ઘણી એવી ઔષધીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવી શકાય છે. આવી જ ઔષધીઓમાંથી એક છે અશ્વગંધા. અશ્વગંધાનું સેવન કરવાથી ઘણા લાભ થાય છે. આજે તમને જણાવીએ ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે અશ્વગંધાનું સેવન કેવી રીતે કરવું અને તેનાથી શરીરને કેવા ફાયદા થાય છે.


અશ્વગંધાનું સેવન કરવાથી થતા લાભ


આ પણ વાંચો:


આ આયુર્વેદિક નુસખા વધારશે રોગ પ્રતિકારક શક્તિ, બદલતી ઋતુમાં નહીં પડો બીમાર


Health Tips: 40 ની ઉંમર પછી સ્લો થયેલા મેટાબોલિઝમને આ 6 રીતે કરી શકો છો બુસ્ટ


આ વિટામિનની ખામીના કારણે વારંવાર થાય મૂડ સ્વિંગ, આ વસ્તુનું સેવન કરવાથી દુર થશે ખામી


- અશ્વગંધાનું સેવન કરવાથી સ્ટ્રેસ ઓછો કરવામાં મદદ મળે છે. અશ્વગંધા મેન્ટલ સ્ટ્રેસને ઘટાડે છે જેથી માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.


- અશ્વગંધા મહિલાઓમાં હોર્મોન્સના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે અને યૌન સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.


- અશ્વગંધા શારીરિક શક્તિ અને સહનશીલતા વધારવામાં મદદ કરે છે. સાથે જ શરીરના થાકને દૂર કરે છે. અશ્વગંધાનું સેવન કરવાથી શરીરને ઊર્જા મળે છે 


- અશ્વગંધાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ થાય છે અને શરીરને રોગ સામે લડવાની શક્તિ મળે છે. 


અશ્વગંધાનું સેવન કરવાની રીત


સામાન્ય રીતે 300 થી 500 મિલિગ્રામ સુધી અશ્વગંધાનું સેવન રોજ કરી શકાય છે. અશ્વગંધા ચૂર્ણને પાણીમાં મિક્સ કરીને પી શકાય છે. અશ્વગંધાનો પાવડર અને કેપ્સુલ પણ બજારમાં સરળતાથી મળે છે. રાત્રે અશ્વગંધાને ઠંડા દૂધ સાથે મિક્સ કરીને પણ પી શકાય છે તેનાથી ઊંઘ સારી આવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)