Avoid These Refined Oils: ઓઈલી ફૂડ ખાવાથી વજન વધે છે. તેથી હેલ્થ કોન્સિયસ લોકો હંમેશા વજન ન વધે તે માટે ઓઈલી ફૂડ ખાવાનું ટાળે છે. કારણ કે, તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે. તેના બાદ હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝનો ખતરો વધી શકે છે. એવુ નથી કે, તેલ આપણા આહાર માટે પણ હાનિકારક છે. પરંતુ શરીરમાં જરૂરી ફેટ વધારે છે, સાથે જ સોલ્યુબલ વિટામિન્સના એબ્ઝોબ્શનમાં મદદ કરે છે. અનેક પ્રકારના તેલ આપણી હેલ્થ માટે હાનિકારક છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે એક્સપર્ટનો મત
ફેમસ હોમિયોપેથિક ડોક્ટર સ્મિતા ભોઈર પાટીલ (Dr. Smita Bhoir Patil) એ રિફાઈન્ડ તેલ ખાવાના ખતરાથી આપણને ચેતવે છે. સસ્તા હોવાને કારણે અનેક લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતું તે આરોગ્ય માટે મુસીબત નોતરી શકે છે. 


આ કુકિંગ ઓઈલનું સેવન બંધ કરો 
રાઈસ બ્રાન ઓઈલ (Rice bran Oil)
મગફળીનુ તેલ (Peanut Oil)
સૂરજમુખીનું તેલ (Sunflower Oil)
કૈનોલાનું તેલ (Canola Oil)
સોયાબીનનું તેલ (Soybean Oil)
મકાઈનું તેલ (Corn Oil)



રિફાઈન્ડ ઓઈલની જગ્યાએ આ તેલનો ઉપયોગ કરો
દેશી ઘી
નારિયેળ તેલ
કોલ્ડ પ્રેસ - સરસવનુ તેલ, તલનું તેલ


આ પ્રકારનું તેલ બિલકુલ ન ખાઓ
મોટાપો અને ખરાબ સ્વાસ્થયથી બચવા માટે લોકોએ તેલ ઓછું ખાવું જોઈએ, પરંતું એનો અર્થ એ નથી કે, તમે ઓઈલ ફ્રી ડાયટ ખાવાનુ ચાલુ રાખો. જો શરીરમાં ઓમેગા 3 ફેટ રહેશે તો તેનાથી બ્રેન ડેવલપમેન્ટ, હોર્મોન સિક્રીશન અને ઈમ્યુન સિસ્ટમ વધુ સારું થશે.