નવી દિલ્હી: દેશમાં હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે. વરસાદી વાતાવરણમાં આકાશમાંથી ભલે વરસતા પાણીથી ગરમીમાંથી રાહત મળે, પરંતુ ચોમાસાની સાઈડ ઈફેક્ટ ખુબ જ ડરામણી છે. જે સીઝનલ બિમારીઓના રૂપમાં સામે આવે છે, જેણા સમય રહેતા સારવાર કરાવવામાં ના આવે તો માણસ માટે જીવલેણ પણ બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમ તો એવી ઘણી બધી ચીજો છે, જે વરસાદી વાતાવરણમાં બિમારીઓ સામે લડવાની શક્તિ આપે છે. પરંતુ પપૈયાના પત્તાનો જ્યૂસ, તે તમામ બિમારીઓની સંજીવની બૂટી છે, જે તમારા શરીરને શક્તિ તો આપે જ છે, સાથે સાથે ચોમાસાની સીઝનમાં થતા રોગોને પણ અટકાવે છે. પપૈયાના પત્તામાં વિટામીન એ, સી, ઈ, કે, બી અને કેલ્શિયમ, મેગ્રીશિયમ, સોડિયમ અને આયરન જેવા મિનરલ્સ હોય છે જે તમારા શરીરમાં ઈમ્યુનિટી વધારે છે અને સંક્રમણ બિમારીઓથી બચાવે છે. તો આવો જાણીએ વરસાદી સીઝનમાં કયા પ્રકારની બિમારીઓમાં પપૈયાના પત્તાનો જ્યૂસ ઔષધીના રૂપમાં કામ કરે છે.


ડેન્ગૂ
ડેન્ગૂને વરસાદી માહોલમાં થનાર સૌથી સામાન્ય બિમારીઓમાંથી એક કહી શકાય એમ છે. ડેન્ગૂ સંક્રમિત એડીજ મચ્છરોના કારણે થાયછે, જે આ બિમારીને તમારા લોહીમાં પહોંચાડે છે. જેણે પણ ડેન્ગૂ થાય છે, તેને તાવ આવે છે અને લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઓછી કરી નાંખે છે. આવી સ્થિતિમાં જો દર્દીને પપૈયાના પત્તાનો જ્યૂસ આપવામાં આવે તો પ્લેટલેટ્સ ઝડપથી વૃદ્ધિ પામે છે અને દર્દી થોડાક જ દિવસોમાં સ્વસ્થ થઈ જાય છે.


મલેરિયા
પપૈયાના પત્તામાંથી બનેલો જ્યૂસ એન્ટી ગુણોથી ભરપૂર હોય છે, જે વરસાદી સીઝનમાં મલેરિયાથી બચવા માટે મદદરૂપ થાય છે. જોકે, પપૈયાના પત્તામાં મળનાર એક યૌગિક એસિટોજિનિન હોય છે, જે મલેરિયા જેવી ખતરનાક બિમારીઓને રોકવા માટે મદદ કરે છે. એટલા માટે વરસાદમાં મલેરિયાથી બચવા માટે પપૈયાના પત્તાનો જ્યૂસ જરૂર પીવો.


વાયરલ ફીવર
વરસાદી મૌસમમાં વાયરલ ફીવર થવું સામાન્ય મુશ્કેલી છે. જે લો ઈમ્યૂનિટીના કારણે થાય છે. જો તમે પણ એક સારા ઈમ્યૂનિટી બૂસ્ટરની શોધમાં છો, તો પપૈયાના પત્તામાંથી બનેલ જ્યૂસ તમારા માટે બેસ્ટ ઓપશન હશે. જોકે, આ એન્ટીબેક્ટીરિયલ, એન્ટીવાયરલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જે વાયરલ ફીવરથી બચવામાં મદદરૂપ થાય છે અને વરસાદી વાતાવરણમાં થનાર બિમારીઓથી બચાવે છે.


પેટનું ઈન્ફેક્શન
વરસાદી મોસમમાં ગંદું પાણી અથવા તો દૂષિક ખોરાક ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ વધી જાય છે. આવી સ્થિતમાં પપૈયાના પત્તાના જ્યૂસનું સેવન ઘણી રીતે ફાયદો પહોંચાડી શકે છે. કારણ કે તેમાં એન્જાઈમ પપૈન અને કાઈમોનપૈપેન હોય છે. આ બન્ને પેટ સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં એક માત્ર ઉપાય છે. જોકે, પપૈયાના પત્તામાં પ્રોટીજ અને અમાઈલેજથી પણ ભરપૂર હોય છે. આ અન્જાઈમ પાચનમાં મદદરૂપ થનાર પ્રોટીન, કાર્બન અને ખનિજોને તોડવામાં મદદ કરે છે.


વરસાદી ઘા
પપૈયાના પત્તાનો જ્યૂસ લીવર માટે એક પાવરફૂલ ક્લીનરના રૂપમાં કાર્ય કરે છે, જેનાથી લીવર યોગ્ય રીતે કામ કરી શકે છે. તેનાથી શરીરના ટોક્સિનની સફાઈ થાય છે અને લોહી પણ સાફ રહે છે. વરસાદમાં આ જ્યૂસ પીવાથી લોહીમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ રહે છે  જેનાથી સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓ થતી નથી.