આજથી આ 5 વસ્તુઓનું સેવન બંધ કરી દેજો, નહીં તો લગ્ન પહેલા માથામાં પડી જશે ટાલ
મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે બહારના ફાસ્ટ ફુડ અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેવાને કારણે આપણા વાળને પૂરતુ પોષણ મળતું નથી. યુવાવસ્થામાં વાળ સફેદ ન થાય તેમજ ખરે નહીં તે માટે આ 5 વસ્તુથી દૂરી બનાવી લેવી જોઈએ.
નવી દિલ્હી: જૂના જમાનામાં લોકોના વાળ આશરે 35-40 વર્ષ બાદ સફેદ થતા અથવા હેર ફોલની સમસ્યા ઉભી થતી. જો કે આજકાલ સ્થિતિ એવી જોવા મળી રહી છે જ્યાં 25ની ઉંમરના યુવકોના વાળ ખરી રહ્યાં છે તેમજ સફેદ વાળ જોવા મળી રહ્યાં છે. ઘણા લોકોના વાળ તો લગ્ન પહેલા જ ખરી જાય છે. આ કારણે યુવકોએ શરમ અને લો કોન્ફિડન્સનો સામનો કરવો પડે છે. કેટલાક કેસમાં જેનેટિક્સને કારણે આ સમસ્યા થતી હોય છે. પરંતુ મોટા ભાગના કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે બહારના ફાસ્ટ ફુડ અને બિનઆરોગ્યપ્રદ ભોજન લેવાને કારણે આપણા વાળને પૂરતુ પોષણ મળતું નથી. યુવાવસ્થામાં વાળ સફેદ ન થાય તેમજ ખરે નહીં તે માટે આ 5 વસ્તુથી દૂરી બનાવી લેવી જોઈએ.
વાળને કાળા અને મજબુત રાખવા માગતા હોવ તો નીચેની 5 વસ્તુઓથી બનાવો દૂરી.
1) દારૂ-
યુવાઓમાં દારૂ પીવાની લત દિવસેને દિવસે વધી રહી હોવાની અસર તેમના વાળ પર જોવા મળી રહી છે. આપણા વાળ કેરોટિન નામના પ્રોટીનથી બનતા હોય છે. અને જો વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરવામાં આવે તો પ્રોટીન સિન્થેસિસ પર ખરાબ અસર પડે છે. આનાથી ન માત્ર વાળ કમજોર બનશે પરંતુ તેની ચમક પણ નહીં રહે.
2) કાચા ઈંડાની સફેદી-
એમાં કોઈ શંકા નથી કે ઈંડા ખાવાથી આપણને પ્રોટીન અને કુદરતી ચરબી મળે છે અને તે વાળના વિકાસ માટે માથાની ચામડી પર લગાવવામાં આવે છે. પરંતુ ભૂલથી પણ તેને કાચું ન ખાવું નહીંતર તેની સફેદી બાયોટિનની ઉણપનું કારણ બની શકે છે અને આ કેરોટિનનું ઉત્પાદન પણ ઘટાડે છે, જેની સીધી અસર આપણા વાળ પર પડશે.
3) ખાંડ-
ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર ઓછી ખાંડ ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ખાંડના સેવનથી તમારા વાળ ખરવા લાગે છે, આવી સ્થિતિમાં એનર્જી મેળવવા માટે એટલી જ માત્રામાં ખાંડ ખાવી જોઈએ, જેટલી શરીરને શક્તિની જરૂર છે.
4) જંક અને ફાસ્ટ ફુડ-
બજારોમાં મળતા ઘણા જંક અને ફાસ્ટ ફૂડ આપણને ગમે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્યને સંપૂર્ણપણે બગાડી શકે છે. તેમાં રહેલ સેચ્યુરેટેડ ફેટ માત્ર વજન જ નથી વધારતું, પરંતુ વાળને પણ ઘણું નુકસાન પહોંચાડે છે. તેમાં જોવા મળતું DHT નામનું એન્ડ્રોજન ટાલને વધારે છે અને તૈલી સ્કેલ્પને મુલાયમ બનાવે છે. આના કારણે વાળના ફોલિકલ્સ બંધ થવા લાગે છે, જેના કારણે વાળના ગ્રોથમાં સમસ્યા થાય છે.
5) દૂષિત માછલી-
આપણામાંથી દરેક એ વાતથી વાકેફ છે કે માછલી ખાવાથી શરીરને કેલ્શિયમ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળે છે, પરંતુ જો તમે બજારમાંથી દૂષિત અથવા વાસી માછલી ખરીદીને ખાશો તો તેમાં રહેલું મર્ક્યૂરી તમારા વાળ ખરવાનું કારણ બની જશે. તેથી માછલી ખરીદતી વખતે સાવચેત રહો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube