નવી દિલ્હી: બોલીવુડની ચુલબુલી અભિનેત્રી અને શાનદાર ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા એવી અભિનેત્રીઓમાંથી એક છે જે સારા અભિનયની સાથે સાથે સુંદરતામાં પણ ખુબ આગળ છે. તે પોતાની ખુબસુરતી જાળવવા માટે માત્ર યોગ, કસરત કે હેલ્ધી ડાયેટ જ નહીં પરંતુ આયુર્વેદનો પણ ભરપૂર ઉપયોગ કરે છે. અનુષ્કા શર્માની મુસ્કાન પર દરેક જણ ફિદા છે પરંતુ તેની આ મુસ્કાન પાછળ શું રહસ્ય છે તે બહુ ઓછા લોકો જાણે છે. અનુષ્કાએ પોતાના આ ખુબસુરત ચહેરાનું સીક્રેટ પણ જણાવ્યું છે. જાણો શું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે રહસ્ય
ગંડુશા એ 5000 વર્ષ જૂની એક આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ છે. જેમાં તેલનો ઉપયોગ થાય છે. ગંડુશા ચિકિત્સામાં સવારે ખાલી પેટે મોઢામાં તેલ ભરીને કોગળા કરવામાં આવે છે. જેને આધુનિક યુગમાં ઓઈલ પુલિંગ કે તેલના કોગળા કહે છે. આ પ્રક્રિયામાં તેલને મોઢામાં ભરીને થોડીવાર માટે આમ તેમ ઘૂમાવવામાં આવે છે. ત્યારબાદ તેલના કોગળા કરાય છે. આ કરવા માટે 4થી 5 મિનિટનો સમય પૂરતો રહે છે. ઓઈલ પુલિંગ કે ગંડુશા કરવાના અનેક સ્વાસ્થ્ય લાભ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube