નવી દિલ્હીઃ આર્યુવેદમાં સ્પષ્ટ પણે કહેવામાં આવ્યું છે કે, ક્યારેય ગરમ પાણીથી સ્નાન કરવુ ન જોઈએ. ન્હાવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો જ હિતાવહ છે. કારણકે ઠંડા પાણીનું તાપમાન સામાન્ય રહે છે જેનાથી શરીરને કોઈપણ જાતનું નુકસાન નથી થતુ. ઠંડા પાણીથી નહાવાથી તમારી આદતોમાં કેટલાક સુધાર આવી શકે છે. લોહીનું સારું પરિભ્રમણ, તણાવ ઓછો થવો, ઉત્સાહ અને સતર્કતા વગેરેમાં વધારો થાય છે. ઠંડા પાણીથી ન્હાવાની આદતથી તણાવ અને ચિંતા ઓછી થાય છે. સાથે જ વ્યાયામ બાદ માંસપેશીઓની મરમ્મતની વાત હોય કે ફેટ ઓછું કરવાની વાત હોય અથવા રોગ પ્રતિકાર શક્તિને મજબૂત બનાવવાની હોય તમામ બાબતે લાભ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોગ પ્રતિકાર શક્તિ માટે?
ડૉક્ટર ક્રિસ વાન ટોલેકન અનુસાર આ ફાયદા મામલે એ કોઈ અંતિમ સાક્ષ્ય નથી. 2016માં પ્લૉસ વન (PLOS One) પત્રિકામાં એક ડચ સંશોધન પ્રકાશિત થયું હતું. જેમાં ઠંડા પાણીથી ન્હાવાનાં પ્રભાવ વિશે જાણકારી અપાઈ હતી. તેમાં જાણવા મળ્યું કે 90 દિવસો સુધી દરરોજ ઠંડા પાણીથી નહાવાની આદતથી 29 ટકા લોકોમાં બીમારી ઘટતી હોવાનું તારણ મળ્યું હતું.


વૈજ્ઞાનિક સંશોધનમાં આ વાત પુરવાર થઈ છે?
એક વાત સ્પષ્ટ છે કે શરીર ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી આપણને ધ્રુજારી છૂટી જાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, ધ્રુજારી સિવાય ઠંડા પાણીથી ન્હાવામાં કોઈ આડ અસર નથી થતી જેથી શરીરને નુકસાન પહોંચે. શિયાળા દરમિયાન જો તમે ઠંડા પાણીથી ન્હાવામાં અસમર્થ છો, તો હુંફાળા પાણીનો ઉપયોગ કરી શકો છો. પરંતુ માથું અને મોંઢુ તો ઠંડા પાણીથી જ ધોવુ જોઈએ. કારણકે, ગરમ પાણીથી માથુ ધોવામાં આવે તો, 123 પ્રકારના રોગો થવાની સંભાવના આયુર્વેદમાં વ્યક્ત કરવામાં આવી છે. અને આંખોને ગરમ પાણીથી ધોવાથી કફ થવાની શક્યતા રહેલી છે.


તણાવ અને ચિંતા-
જોકે, આ અંગે કોઈ ક્લિનિકલ ટ્રાયલ નથી થયું જેમાં ખબર પડી શકે કે કોલ્ડ શાવર ચિંતા અને તણાવની સમસ્યા ઓછી કરી શકે છે. પરંતુ નિષ્ણાંતોના જણાવ્યાનુસાર, ઠંડુ પાણી ચિંતા અને તણાવને દૂર કરવામાં કારગત સાબિત થઈ શકે. ઠંડા પાણીથી નહાવાથી શરીરના નુકશાનકારક રસાયણ અને સ્ત્રાવ શરીરમાંથી બહાર નીકળી જાય છે. આથી વ્યક્તિ પોતાને તણાવરહિત અનુભવે છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube