Ayurvedic Remedies For High BP: હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હાલ વધુ પ્રમાણમાં જોવા મળતી સમસ્યા છે. ખરાબજ જીવનશૈલી, ખોટી ખાણીપીણી, મીઠાનું વધુ સેવન, પાણી ઓછું પીવું, અને વધુ પડતો તણાવ લેવો જેવા કારણોના કારણે હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. આજકાલ ફક્ત વૃદ્ધો નહીં પરંતુ યુવાઓ પણ આ બીમારીનો ઝડપથી  ભોગ બની રહ્યા છે. હાઈ બ્લડ પ્રેશરને સાઈલેન્ટ કિલર ગણવામાં આવે છે. કારણ કે શરૂઆતમાં તેના લક્ષણો દેખાતા નથી. તેના કારણે  હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી જીવલેણ બીમારીઓનું જોખમ વધી જાય છે. હાઈબીપીને કંટ્રોલ કરવા માટે મોટાભાગે દવાનો સહારો લેવો પડે છે. જો કે તમે ઈચ્છો તો કેટલાક આયુર્વેદિક ઉપાયોની મદદથી પણ તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરી શકો છો આવા ઘરગથ્થું ઉપાયો વિશે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લસણ
લસણ હાઈ બીપીને કંટ્રોલ કરવામાં પ્રભાવી બની શકે છે. જેમાં રહેલું એલિસિન શરીરમાં વધેલા બ્લડ પ્રેશરના સ્તરને ઓછું કરવામાં મદદ કરે છે. આ માટે તમારે રોજ સવારે ખાલી પેટે 1-2 લસણની કળીનું સેવન કરવું જોઈએ. તેના નિયમિત સેવનથી હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યાથી છૂટકારો મળી શકે છે. 


આંબળા
આંબળામાંથી વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જે ટોક્સિન્સને શરીરમાંથી બહાર કરવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આંબળાનું સેવન ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રોજ સવારે ખાલી પેટે આંબળાના જ્યૂસનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ મળી શકે છે. આ ઉપરાંત શરીરને અન્ય લાભ પણ થાય છે. 


અર્જૂનની છાલ
અર્જૂનના ઝાડની છાલ એક આયુર્વેદિક જડીબુટ્ટી છે. જે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને ઓછું કરવા માટે જાણીતી છે. નિયમિત રીતે તેની ચાનું સેવન કરવાથી બ્લડ વેસલ્સમાં ફ્લો યોગ્ય રહે છે જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.  


તુલસી
તુલસીના પાંદડા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પ્રભાવી ગણાય છે. તેમાંથી મળી આવતા યૂજેનોલ કેલ્શિયમ ચેનલ બ્લોકરની જેમ કામ કરે છે. તે હ્રદય અને દમનીની દીવાલો પર કેલ્શિયમને જામ થતા રોકે છે. જેનાથી બ્લડ વેસલ્સ રિલેક્સ રહે છે. તુલસીના પાંદડાને ચાવવાથી તુલસીની ચા પીવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. 


અશ્વગંધા
અશ્વગંધા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે પ્રભાવી આયુર્વેદિક ઔષધી છે. તેમાં તણાવ દૂર કરનારા ગુણો મળી આવે છે. હાઈ બ્લડ પ્રેશરનું એક  પ્રમુખ કારણ તણાવ પણ છે. જો તમે હાઈ બીપીની સમસ્યા હોય તો રોજ સૂતા પહેલા એક ચમચી અશ્વગંધા પાઉડરને દૂધમાં ભેળવીને સેવન કરો. જો કે તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો. હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે તમે આ આયુર્વેદિક ઉપાયોનો સહારો લઈ શકો છે. જો કે તમારે સમસ્યા વધી રહી હોય તો આવામાં તમારે હેલ્થ એક્સપર્ટથી સલાહ લેવી જોઈએ. 


(Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube