Baasi Roti Health Benefits: ભારતીયોની થાળીમાં હંમેશા રોટલી જોવા મળે છે. લોકો દિવસમાં રોટલીનું સેવન જરૂર કરે છે. રોટલી વગર ભારતીય ભોજન અધુરૂ લાગે છે. લોકો સવારે નાસ્તા કે લંચમાં રોટલી ખાવાનું પસંદ કરે છે. ઘણી વખત ઘરે રોટલી બનાવ્યા બાદ તે વધી જતી હોય છે અને લોકો તેને ફેંકી દેતા હોય છે. પરંતુ અમે તમને વાસી રોટલીના ફાયદા જણાવી રહ્યાં છીએ. જે જાણ્યા પછી તમે ક્યારેય વાસી રોટલી ફેંકશો નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને આ જાણીને નવાઈ લાગશે કે પરંતુ તમને જણાવી દઈએ કે તાજી રોટલીથી વધુ ફાયદાકારક વાસી રોટલી હોય છે. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તો આવો જાણીએ આખરે વાસી રોટલી આપણા સ્વાસ્થ્યને કઈ રીતે ફાયદો કરે છે. આ સિવાય અમે તમને તે પણ જણાવીશું કે કેટલા સમય પહેલા બનેલી રોટલી ખાવી જોઈએ. 


કેટલી કલાક જૂની વાસી રોટલી ખાય શકાય?
મહત્વનું છે કે તાજી રોટલીથી વધુ ન્યૂટ્રીશિયન વેલ્યૂ વાસી રોટલીમાં હોય છે. તમે 10-12 કલાક પહેલા બનેલી રોટલી ખાય શકો છો. જ્યારે રોટલી આટલા સમય સુધી રહે છે તો તેમાં RS એટલે કે રેજિસ્ટેન્સ સ્ટાર્ચ વધી જાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. 


આ પણ વાંચોઃ Black Pepper:આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે કાળા મરી, પણ વધારે ખાશો લાગી જશો ધંધે...


કયાં લોકોએ ખાવી જોઈએ વાસી રોટલી
ડાયાબિટીસઃ ડાયાબિટીસના દર્દીઓ માટે વાસી રોટલીનું સેવન ફાયદાકારક હોય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે રેજિસ્ટેન્સ સ્ટાર્જ ખુબ જરૂરી છે. તે શરીરમાં ઇંસુલિન સ્પાઇક થવા દેતી નથી. 


પેટની સમસ્યાઓઃ જે લોકોને પેટની સમસ્યા છે, તેણે પણ વાસી રોટલી ખાવી જોઈએ. તે ખાવાથી ગેસ, કબજીયાત અને બ્લોટિંગની સમસ્યા થતી નથી. આ સાથે તે પાચનતંત્રમાં પણ સુધાર કરે છે. 


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.