Bad Food Combinations: દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. નિયમિત દરેક વ્યક્તિએ 1 ગ્લાસ દૂધ તો પીવું જ જોઈએ. મોટાભાગના ઘરમાં રોજ નાના બાળકોથી લઈ વડિલો દૂધ પીતા પણ હોય છે. દૂધમાં અલગ અલગ વસ્તુઓ ઉમેરી પીવામાં આવે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી પણ છે જે દૂધ સાથે ખાવી કે દૂધ પીધા પછી કે પહેલા ખાવી હાનિકારક સાબિત થાય છે. આજે તમને આવી 3 વસ્તુઓ વિશે જણાવીએ. જેને ખાધા પછી તુરંત દૂધ પીવું જોખમી સાબિત થાય છે. આ વસ્તુઓ સાથે દૂધનું સેવન કરવાથી ત્વચા પર સફેદ ડાઘ પડી જાય છે. તો ચાલો તમને જણાવીએ કઈ છે એ વસ્તુઓ જેને દૂધ સાથે ક્યારેય ન ખાવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Rusk With Tea: તમે પણ ચા સાથે ખાવ છો રસ્ક ? તો આજથી સુધારી લો આદત, જાણો કારણ


દૂધ પીતી વખતે સમય અને આ વસ્તુઓના નિયમને ખાસ ધ્યાનમાં રાખવા. આ ત્રણ વસ્તુઓને દૂધની સાથે, દૂધ પીધા પછી તરત કે દૂધ પીવાના હોય તે પહેલા ખાવી નહીં. આ વસ્તુઓને દૂધ સાથે ખાવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે અને સાથે જ ત્વચા પર પણ ડાઘ પડી શકે છે. 


આ 3 વસ્તુઓ ખાધા પછી ન પીવું દૂધ


આ પણ વાંચો: Shavasana Benefits: સૌથી સરળ યોગ છે શવાસન, રોજ સવારે કરવાથી શરીરને થાય છે આ 10 ફાયદા


નાળિયેર 


દૂધ સાથે નાળિયેર ક્યારેય ન ખાવું. તેનાથી ત્વચા પર સફેદ ડાઘ પડી શકે છે. આયુર્વેદમાં દૂધ અને નાળિયેરને એક સાથે ન ખાવાની સલાહ આપવામાં આવે છે. દૂધમાં પણ નાળિયેર હોય છે પરંતુ સામાન્ય દૂધની સાથે નાળિયેર ખાવાથી ત્વચા પર ડાઘ અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યા થઈ શકે છે. 


આ પણ વાંચો: Apple Cider Vinegar: રોજ 1 ચમચી વિનેગર પીવાથી શરીરને થાય છે આ ચમત્કારી ફાયદા


ખાટા ફળ


ખાટા ફળ જેમ કે સંતરા લીંબુ દ્રાક્ષ વગેરેનું સેવન પણ દૂધ સાથે કરવાથી હાનિકારક અસર થાય છે. ખાટા ફળમાં એસિડિક તત્વો હોય છે જે દૂધના પ્રોટીનને જમાવવાનું કામ કરે છે. આ બંને વસ્તુ સાથે પેટમાં જાય તો દૂધનું પાચન થતું નથી અને પાચન સંબંધિત સમસ્યા થાય છે. ઘણી વખત તેના કારણે ત્વચા પર વિકાર પણ જોવા મળે છે. 


આ પણ વાંચો: ગેસના કારણે પેટ ફુલીને થયું છે ફુગ્ગા જેવું ? આ 5 વસ્તુ ખાવાથી તુરંત મળશે આરામ


માછલી 


જે લોકો માછલી ખાતા હોય તેમણે દૂધની સાથે માછલી ખાવાની ભૂલ ક્યારેય ન કરવી. માછલી અને દૂધ એક સાથે ખાવાથી શરીરમાં વિષાક્ત પદાર્થ ઉત્પન્ન થાય છે જે ત્વચા પર ડાઘ બનવાનું કારણ બને છે. માછલી અને દૂધનું સાથે સેવન કરવાથી અપચો, ગેસ અને પાચનની સમસ્યા પણ થાય છે. માછલી ખાધા પછી ઓછામાં ઓછી 3 કલાક સુધી દૂધ પીવુ નહીં.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)