ચાન્સ મળે તો પલળી જ લેવું.... વરસાદમાં નહાવાથી શરીરને થશે 4 જોરદાર ફાયદા
Rain Bath: ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે વરસાદમાં નહાવાથી સ્વાસ્થ્યને ફાયદો પણ થાય છે. વરસાદમાં નહાવાથી શરીર ઉપર કોઈ ખરાબ પ્રભાવ પડતો નથી પરંતુ વરસાદમાં નહાવાથી શરીરની કેટલીક બીમારીઓ દૂર જરૂરથી થઈ જાય છે.
Rain Bath: દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ઝરમર વરસાદ છે તો ક્યાંક ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે. કેટલીક જગ્યાએ લોકોએ પોતાનું ઘર છોડીને સ્થળાંતર કરવું પડ્યું છે તો કેટલાક લોકો પૂરના પાણીમાં નહાવાની મજા માણે છે. મોટાભાગના લોકો વરસાદના પાણીમાં નહાવાની વાતને બીમારી સાથે જોડીને જોતા હોય છે. આ ઋતુ દરમિયાન રોગ નો પ્રકોપ પણ વધે છે તેથી લોકો વરસાદના પાણીમાં નહાવાનું પાડે છે.
લોકોમાં માન્યતા હોય છે કે વરસાદમાં નહાવાથી ઘણી બીમારીઓ ઘર કરી જાય છે. પરંતુ ખૂબ ઓછા લોકો એ વાત જાણે છે કે વરસાદમાં નહાવાથી સ્વાસ્થ્યને ફાયદો પણ થાય છે. વરસાદમાં નહાવાથી શરીર ઉપર કોઈ ખરાબ પ્રભાવ પડતો નથી પરંતુ વરસાદમાં નહાવાથી શરીરની કેટલીક બીમારીઓ દૂર જરૂરથી થઈ જાય છે.
આ પણ વાંચો:
Belly Fat: આ ફેટ બર્નિંગ ડ્રિંક પીવાથી માત્ર 10 દિવસમાં ગાયબ થઈ જશે વધેલી ચરબી
આ રીતે તૈયાર કરો ત્વચા પર લગાવવાનું ઘી, રોજ રાત્રે લગાડવાથી 7 દિવસમાં વધી જશે ગ્લો
Dry Hair:વાળ ઝાડૂ જેવા રુક્ષ થઈ ગયા છે? તો વાળમાં લગાડો આ 2 વસ્તુ, સિલ્કી થઈ જશે વાળ
વરસાદમાં નહાવાના ફાયદા
1. વરસાદના પાણીમાં ઘણા એવા મિનરલ્સ હોય છે જે શરીર માટે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં આલ્કલાઇન પીએફ હોય છે જે વાળને મજબૂત કરવાનું કામ કરે છે. વરસાદનું પાણી વાળની ડલનેસ ને દૂર કરે છે.
2. વરસાદનું પાણી ત્વચા માટે પણ ફાયદાકારક છે. વરસાદના પાણીમાં નહાવાથી સ્કીનનું મોઈશ્ચર મેન્ટેન રહે છે અને શરીરમાં ચોટેલી ગંદકી સરળતાથી દૂર થાય છે.
3. જ્યારે તમે વરસાદમાં નહાઓ છો ત્યારે શરીરમાંથી અને સેરોટોટીન ઇન્ડોરફિન નામના હોર્મોન રિલીઝ થાય છે. આ હોર્મોન્સ સ્ટ્રેસ અને ચિંતાને દૂર કરવાનું કામ કરે છે. તેથી વરસાદમાં નહાયા પછી તમે આનંદ અનુભવો છો.
4. વરસાદમાં નહાવાથી શરીર અને મન રિલેક્સ થઈ જાય છે. ખાસ કરીને જે લોકોને હોર્મોનલ ઇમબેલેન્સની સમસ્યા હોય તેમના માટે વરસાદમાં નહાવું ફાયદાકારક સાબિત થાય છે.
જોકે વરસાદના સિઝનમાં નહાતી વખતે બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. સીઝન ના પહેલા અને બીજા વરસાદમાં નહાવાથી બચવું જોઈએ કારણકે આ સમય વાતાવરણ દૂષિત હોય છે તેથી સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. આ સિવાય વરસાદમાં કલાકો સુધી નહાવાની ભૂલ પણ ન કરવી તેનાથી બીમારી વધે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)