Navratri 2023 : નવરાત્રિના તહેવાર પહેલા જ હાર્ટએટેક ખેલૈયાઓ માટે ખતરો બની રહ્યો છે. નવરાત્રિ પહેલા જ ગુજરાતમાં ગરબા સમયે અનેક લોકોને હાર્ટએટેક આવ્યો છે, અને કેટલાકનો જીવ ગયો છે. ત્યારે જો તમે ગરબા કરવા જવાના હોય તો હવે સાવચેતી રાખવાની જરૂર આવી ગઈ છે. આવુ પહેલા ક્યારેય નથી થયુ કે ગરબા રમતા સમયે ખેલૈયાઓને ડર હોય. પરંતુ આ વખતે હાર્ટએટેકથી ડરવાની જરૂર આવી ગઈ છે. આ નવરાત્રિથી હાર્ટએટેકથી સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ ચાલુ ગરબામાં તમને અથવા તમારી આસપાસ કોઈને તકલીફ થાય તો સૌથી પહેલા શું કરવુ તેની સલાહ તબીબોએ આપી છે. ચાલુ ગરબામાં છાતીમાં દુખાવો ઉપડે કે ગભરામણ થાય તો સૌથી પહેલા આ કરજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરબા રમતા છાતીમાં દુખાવો ઉપડે તો આટલું કરજો 
આવા કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. તેથી તબીબો સલાહ આપી રહ્યા છે કે, ગરબા રમતા સમયે છાતીમા દુખાવો થાય તો તેને અવગણશો નહિ. તરત જ સાઈડમાં નીકળી જજો અને આયોજકોની મદદથી તબીબી ટ્રીટમેન્ટ લઈ લેજો. તબીબી સલાહથી તાત્કાલિક સારવાર શરૂ કરાવો. છાતીમાં દુખાવો ઉપડે તો ગરબા રમવાનું ચાલુ ન રાખતા. બેચેની અનુભવાય તો તાત્કાલિક બેસી જાઓ. હલન-ચલન ન કરવું. આવા કિસ્સામાં છાતીના દુખાવાને અવગણશો નહિ. 


રાજકોટમાં આ ભાઈની ટિકિટ પાક્કી : પાટીલે કહ્યું, લોકસભામાં આવે તો અમે લઈ જવા તૈયાર


  • નિયમિત કસરત ન કરનારા ગરબા રમવાનું ટાળો અથવા તો ધીમેથી ગરબા રમો. ધીમે ધીમે ગરબાની શરૂઆત કરો, પરંતું ઉછળકૂદ જેવા ગરબા ન રમો. 

  • હળવો ખોરાક ખાઈને જ ગરબા રમવા માટે જવું. ભારે ખોરાક મુશ્કેલીમાં મૂકી શકે છે

  • નિયમિત કસરત ન કરારના લોકોએ ગરબા રમવાનું ટાળો. અથવા તો ગરબા રમવા હોય તો ધીમેથી ગરબા રમો.

  • ગરબા કરતા પહેલા પૂરતું પાણી પીને શરીરને હાઈડ્રેટ કરો. આ પૂર્વ સાવચેતી છે

  • જો ફિટ ન હોય તો વધુ ગરબા કે ફાસ્ટ ગરબા રમવાનુ ટાળો

  • એસિડિટી થઈ હોય તો વિચારીને ગરબા રમો.

  • ગરબા રમતા સમયે છયેલા છાતીના દુખાવાને અવગણશો નહિ. તાત્કાલિક તબીબ પાસે જાઓ

  • જો અનુકૂળતા હોય તો નવરાત્રિ પહેલા કાર્ડિયાક ચેકઅપ કરાવી લો. અથવા ટ્રેડમીલ ટેસ્ટ પણ કરાવી લેવો. 


અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં જાણાવાયું કે, નવરાત્રિમાં 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે જ AMA દ્વારા સૂચવાયું કે, બ્લડ પ્રેશર, ડાયબીટીશ, હૃદયની સમસ્યા હોય તે સાવચેત રહે. રોગથી પીડાતા લોકો લાંબા સમય સુધી ગરબા રમવાનું ટાળે. નિયમીત દવા લેવાની સાથે ડોક્ટરની સલાહ મુજબ ગરબા રમવા. 


ગુજરાતમા નવરાત્રિના પહેલા નોરતે મોતના ખબર આવ્યા, સુરત-મહેસાણામાં બે લોકોને હાર્ટએટેક


ખેલૈયાઓે મહત્વના સૂચનો 


  • નિયમીત એક્સરસાઇઝ ન કરતા 40 વર્ષથી વધારેની ઉંમરના ખેલૈયાઓના પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી 

  • પરિવારમાં ડાયાબીટીસ, બ્લડ પ્રેશર  કે હ્રદયની સમસ્યાનો ઇતિહાસ હોય તો ગરબા પહેલાં હ્વદયની તપાસ કરવી

  • ગરબા રમતી વખતે ચક્કર આવે, છાતીમાં દુખાવો, માથાનો દુખાવો થાય, ઉલ્ટી થાય , પરસેવાની સાથે ગભરામણ થાય, મુંઝારો થાય, શ્વોસોસ્વાસની તકલીફ થાય તો ગરબા રમાવાનુ બંધ કરી શાંતીથી બેસવું  

  • ખેલૈયાઓ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવે

  • ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જ્યુસ પીવો

  • કેળું, નારીયેળ પાણી સહિત પોટેશિયમ અને મેગ્નેશીયમ વાળું ખોરાક લેવો

  • ભરપેટ ખોરાક લીધા બાદ ગરબા ના રમવા

  • ગરબાના સ્થળે પ્રાથમિક સારવાકની સુવિધા સાથે ડોક્ટરને ફરજ પર રાખવા

  • જો કોઇ બિમારી હોય તો નજીકના લોકોને અગાઉથી જાણ કરવી જેથી સ્વાસ્થ્યની તકલીફ થાય તો મદદ મળી શકે

  • આયોજન સ્થળની નજીકની હોસ્પીટલ સાથે ઔપચારીક જોડાણ કરવુ જેથી કોઇ ઘટના બને તો હોસ્પીટલને જાણ કરી શકાય

  • ગરબા સ્થળે હાજર સપોર્ટ સ્ટાફ , સુરક્ષાકર્મી, અન્ય લોકોને CPRની ટ્રેનિંગ આપવી


સાથે જ નવરાત્રિ દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા. ખેલૈયાઓએ ગરબા પહેલાં ઇકો અને ટીએમટી રીપોર્ટ કરાવવા સલાહ આપી છે.


ગુજરાતનો ખૂણેખૂણો ચમકશે : આવતીકાલથી રાજ્યમાં ફરી મહાસફાઈ અભિયાન