Health Tips: ડ્રાયફ્રુટ ખાતા પહેલા જાણો તેનાથી થતી આ 4 આડઅસરો વિશે
Health Tips: ડ્રાયફ્રુટનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ આ ફાયદા બધાને થાય તે જરૂરી નથી. ઘણા લોકો માટે ડ્રાયફ્રુટ સમસ્યાનું કારણ પણ બની શકે છે.
Health Tips: ડ્રાયફ્રુટ ખુબ જ ગુણકારી હોય છે. કારણ કે તે પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. ડ્રાયફ્રુટનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તેને ખાવાથી ઘણા ફાયદા થાય છે. પરંતુ આ ફાયદા બધાને થાય તે જરૂરી નથી. ઘણા લોકો માટે ડ્રાયફ્રુટ સમસ્યાનું કારણ પણ બની શકે છે. આજે તમને જણાવીએ ડ્રાયફ્રુટ ખાવાથી થતી આડઅસરો વિશે.
આ પણ વાંચો:
ખાલી પેટ કાચા સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને થાય છે નુકસાન, બદલો નાસ્તામાં ખાવાની આદત
ડાયાબિટીસના દર્દી માટે દવા જેવું કામ કરે છે આ પાણી, બ્લડ શુગર રહે છે કંટ્રોલમાં
Migraine: માઈગ્રેનના દુખાવાને હળવાશથી લેવાની ન કરવી ભૂલ, જીવલેણ સમસ્યાનું બની શકે છે
એલર્જી
ડ્રાયફ્રુટના કારણે ફૂડ એલર્જી થઈ શકે છે. તેના કારણે ખંજવાળ, શ્વાસ લેવામાં સમસ્યા, ગળામાં સોજો જેવી તકલીફો થઈ શકે છે. તેથી જે લોકોને એલર્જી થતી હોય તેમણે ડ્રાયફ્રુટ ખાવાથી બચવું જોઈએ.
પાચન સંબંધિત સમસ્યા
જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેમના માટે ડ્રાયફ્રુટ સમસ્યાનું કારણ બની શકે છે. ડ્રાયફ્રુટ ખાવાથી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેના કારણે ગેસ, પેટમાં દુખાવો જેવી તકલીફ થાય છે. તેનું કારણ નટ્સમાં રહેલા ફાયબર અને ફેટ હોય છે.
વજન વધવું
ડ્રાયફ્રુટમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે જેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી વજન વધી શકે છે. જો સંતુલિત માત્રામાં લેવામાં આવે તો કોઈ સમસ્યા થતી નથી.
કિડની સ્ટોન
કાજૂ, બદામ, મગફળી જેવા નટ્સમાં ઓક્સાલેટ હોય છે. જે કિડની સ્ટોનની સમસ્યા વધારી શકે છે. ઓક્સાલેટ પથરીની તકલીફનું કારણ બને છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)