નવી દિલ્હીઃ આજકાલ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાન-પાનને કારણે ઘણા લોકો ડાયાબિટીસ જેવી ખતરનાક બીમારીનો શિકાર બની રહ્યાં છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તમે બીલીપત્રનું સેવન કરી શકો છો. બીલીપત્રનું સેવન કરવાથી તમને ઘણા પ્રકારની બીમારીથી છુટકારો મળી શકે છે. આવો જાણીએ બીલીપત્રના ફાયદા અને ખાવાની સાચી રીત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીલી પત્ર
બીલીપત્રનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવામાં આવે છે. બીલીપત્ર ભગવાન શિવને ખુબ પ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે બીલીપત્ર સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. બીલીપત્રનું સેવન કરવાથી ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ શકે છે.


ડાયાબિટીસ
બીલીપત્ર ડાયાબિટીસમાં ખુબ ફાયદાકારક હોય છે. બીલીપત્રનું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓએ બીલીપત્રનું સેવન કરવું જોઈએ. તમે બીલીપત્રનો ઉકાળો પી શકો છો કે તેને ચાવીને ખાઈ શકો છો.


 આ પણ વાંચોઃ ડાયાબિટીસના દર્દીઓએ રાત્રે સૂતા પહેલા આ પીળું પાણી પીવું જોઈએ, સુગર લેવલ ઝડપથી ઘટશે


પાચન
બીલીપત્રનું સેવન કરવાથી પાચન સારૂ થાય છે. બીલીપત્રનું સેવન કરવાથી કબજીયાત, અપચો અને પેટ ફૂલવાની સમસ્યા ઘટે છે. બીલીપત્ર શરીરની ઈમ્યુનિટીને વધારે છે.


હાર્ટ હેલ્થ
આજકાલ ઘણા લોકો હાર્ટની સમસ્યાથી પરેશાન છે. બીલીપત્રનું સેવન કરવાથી બીપી કંટ્રોલ રહે છે. બ્લડ પ્રેશર કંટ્રોલ થવા પર હાર્ટ સાથે જોડાયેલી સમસ્યા થતી નથી. બીલીપત્રનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે. 


ખીલ
બીલીપત્રમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે સ્કિન માટે ફાયદાકારક હોય છે. બીલીપત્રનું સેવન કરવાથી ત્વચાના સોજા ઘટે છે અને ખીલની સમસ્યા ઠીક થઈ જાય છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.