Jogging: રોજ ફક્ત 30 મિનિટ સુધી કરો જોગિંગ, તમને થશે એવા એવા `ચમત્કારિક` ફાયદા
Health Benefits Of Jogging: આપણને હેલ્ધી રહેવા માટે સવારના સમયે અનેક પ્રકારની કસરત કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. જેમાં જોગિંગ પણ સામેલ છે. આ એક એવી કસરત છે જેમાં સ્લો પેસમાં દોડવાનું સામેલ હોય છે.
Health Benefits Of Jogging: આપણને હેલ્ધી રહેવા માટે સવારના સમયે અનેક પ્રકારની કસરત કરવાની સલાહ આપવામાં આવતી હોય છે. જેમાં જોગિંગ પણ સામેલ છે. આ એક એવી કસરત છે જેમાં સ્લો પેસમાં દોડવાનું સામેલ હોય છે. આ કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી તમારા સ્વાસ્થ્યમાં ચાર ચાંદ લગાવી શકે છે. સવાર જાગ્યા બાદ આપણે રોજ કેમ અડધો કલાક જોગિંગ કરવું જોઈએ તે ખાસ જાણો.
30 મિનિટ માટે જોગિંગ કરવાના ફાયદા
1. કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ માટે ફાયદાકારક
જો તમે રોજ નિયમિત રીતે જોગિંગ કરશો તો તેનાથી હાર્ટ અને ફેફસાની કામગીરી યોગ્ય રીતે થશે કારણ કે આ કસરત કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને મજબૂત કરે છે. તેનાથી હાર્ટના સ્નાયુ પણ સ્ટ્રોંગ થાય છે જે બ્લ્ડ સર્ક્યુલેશનને સારું બનાવે છે.
2. વજન ઓછું થશે
જોગિંગ કેલરી બર્ન કરવામાં અને હેલ્ધી વેઈટ મેન્ટેઈન કરવાની એક શાનદાર રીત છે. રોજ 30 મિનિટ માટે મધ્યમ ગતિથી દોડવાથી શરીરના વજન અને તીવ્રતાના સ્તર જેવા ફેક્ટર્સના આધારે લગભગ 300-400 કેલરી બાળવામાં મદદ મળી શકે છે.
3. માનસિક સ્વાસ્થ્ય સારું થશે
જોગિંગના અનેક માનસિક સ્વાસ્થ્ય લાભ છે. તે તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરી શકે છે. જોગિંગ એન્ડોર્ફિન(Endorphins) હોર્મોન રિલીઝ કરે છે. જેને ફીલ ગુડ હોર્મોન કહે છે. આ હોર્મોન મૂડને સારું બનાવવામાં અને સારી ઊંઘને વધારવામાં પણ મદદ કરી શકે છે.
4. ઈમ્યુનિટી બુસ્ટ થશે
રેગ્યુલર રીતે જોગિંગ કરવાથી તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધુ સારી થશે. એટલું જ નહીં તેનાથી એન્ટી બોડીઝ અને વ્હાઈડ બ્લડ સેલ્સનું પ્રોડક્શન સારું થાય છે. જેનાથી અનેક પ્રકારના ઈન્ફેક્શન સામે લડવામાં મદદ મળે છે. આવામાં ફ્લૂ, શરદી, ઉધરસનું જોખમ પણ ઓછું રહે છે.
Disclaimer: પ્રિય વાંચક, અમારો આ લેખ વાંચવા બદલ તમારો આભાર. આ લેખ તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યો છે. અમે તેને લખવા માટે ઘરેલુ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. સ્વાસ્થ્ય સંબંધિત કઈ પણ તમે વાંચો તો તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસપણે લો.