Benefits Of Moong : સ્વસ્થ રહેવું હોય તો શાકભાજી સાથે દાળ અને કઠોળનું સેવન કરવું પણ જરૂરી છે. મોટાભાગના ભારતીય ઘરોમાં અલગ અલગ પ્રકારની દાળ અને કઠોળનો ઉપયોગ થતો હોય છે. તેમાંથી સૌથી વધુ ઉપયોગ મગની દાળ અને મગનો થાય છે. આજે તમને મગથી થતા ફાયદા વિશે જણાવીએ. મગમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેનું સેવન નિયમિત કરવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે. આ સિવાય ડાયાબિટીસ સહિતની ચાર સ્વાસ્થ્ય સમસ્યામાં પણ મગ ફાયદો કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Onion Benefits: રોજ એક ડુંગળી ખાવાથી બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં, શરીરને થશે ફાયદા


પેટ સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેનો રામબાણ ઈલાજ છે ઘી, આ રીતે કરવો રાત્રે ઉપયોગ


માથાથી પગ સુધીની સમસ્યાઓ માટે રામબાણ ઔષધી છે Aloe Vera, જાણો તેનાથી થતા ફાયદા વિશે



ડાયાબિટીસ


ડાયાબિટીસના દર્દી માટે લીલા મગ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટીન સૌથી વધારે હોય છે અને ફાઇબર પણ ભરપૂર હોય છે. તેનાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. 



બ્લડ પ્રેશર


ખરાબ ખાણીપીણી અને બદલતી લાઈફ સ્ટાઈલ ના કારણે હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા પણ સામાન્ય થઈ ગઈ છે. આ સમસ્યા નાની ઉંમરમાં યુવાનોને પણ થઈ જાય છે. જો તમને પણ હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તો તમે મગ રોજ ખાઈ શકો છો. 



હિટ સ્ટ્રોક


ગરમીના વાતાવરણમાં હીટ સ્ટોક નું જોખમ ખૂબ જ વધી જાય છે. તેનાથી બચવા માટે આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હિટ સ્ટોક ના જોખમથી બચવા માટે મગની દાળનું સેવન કરી શકાય છે. તેમાં એન્ટી ઇન્ફલેટરી ગુણ હોય છે જે હીટ સ્ટ્રોકથી બચાવમાં મદદ કરે છે.



ગંભીર બીમારીઓથી બચાવ


મગમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા જરૂરી તત્વો હોય છે. તેના કારણે જે લોકો ગંભીર બીમારીઓથી પેઢી થઈ છે તેમણે મગની દાળનું સેવન કરવું જોઈએ. મગ ખાવાથી ઘણી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે.



(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)