Salt in Tea: ચા એવું પીણું છે જેને કેટલાક લોકો તો દિવસમાં કોઈ પણ સમયે પીવાનું પસંદ કરે છે. દિવસની શરૂઆત ચા સાથે જ થાય છે. અલગ અલગ ઘરમાં અલગ અલગ પ્રકારની ચા બનતી હોય છે. ચામાં મોટાભાગે દૂધવાળી ચા બને છે આ સિવાય કેટલાક લોકો ગ્રીન ટી, લીંબુ વાળી ચા, દૂધ વિનાની ચા પણ પીતા હોય છે. જોકે આ બધા જ લોકોમાં એવા લોકો સૌથી વધુ હોય છે જે સવારે ગરમાગરમ દૂધવાળી મસાલા ચા પીવાનું પસંદ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: White Food: હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દી માટે ધીમું ઝેર છે આ 6 સફેદ વસ્તુઓ


જોકે ચાને લઈને એવું પણ કહેવાય છે કે વધારે પ્રમાણમાં ચાનું સેવન કરવાથી નુકસાન થાય છે અને આ વાત સાચી પણ છે. પરંતુ જો તમે એક કપ ચામાં એક ચપટી મીઠું ઉમેરીને પીવો છો તો તેનાથી શરીરને ગજબના ફાયદા પણ થઈ શકે છે. વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ રોજની જે ચા બનતી હોય તેમાં એક ચપટી મીઠું પણ નાખી દેવામાં આવે તો ચાનો સ્વાદ પણ વધી જાય છે અને સ્વાસ્થ્ય માટે પણ તે સારી છે. આજ સુધી તમે આવો અખતરો નહીં કર્યો હોય પણ એક વખત કરીને જોજો. ચા સ્વાદમાં ખરાબ નહીં લાગે અને તે શરીરને ફાયદો પણ કરશે.


ચામાં મીઠું ઉમેરવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: Curd Side Effects: દહીં દિવસે ખાવાથી લાભ થાય પણ રાત્રે ખાવ તો ઝેર સમાન..


- જો રોજની ચામાં તમે એક ચપટી મીઠું પણ નાખી દેશો તો ઇમ્યુનિટી મજબૂત થશે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહેશે તો નાની મોટી બીમારીઓથી બચવામાં મદદ મળશે. રોજ તમે જે ચા પીવાનું પસંદ કરો છો તેમાં એક ચપટી મીઠું પણ ઉમેરી દેવું. 


- ચામાં મીઠું ઉમેરીને પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. મીઠું એક પ્રકારનું નેચરલ ઇલેક્ટ્રોલાઇટ છે. ચામાં તેને ઉમેરી દેવાથી શરીરની હાઈડ્રેશનની સમસ્યા ઓછી થાય છે. જો તમે ચા બનાવતી વખતે તેમાં એક ચપટી મીઠું ઉમેરી દો છો તો ચા પીધા પછી શરીરમાં હાઇડ્રેશનનો અનુભવ થશે. 


આ પણ વાંચો: Chemotherapy: કેન્સરની સારવારમાં શા માટે ખરી જાય વાળ? કેટલા સમય પછી ઉગે નવા વાળ ?


- મીઠું પાચન ક્રિયાને સુધારે છે. જો ડાઇજેશન સંબંધિત કોઈ સમસ્યા રહેતી હોય તો સવારની ચામાં મીઠું ભૂલ્યા વિના ઉમેરી દેવું. તેનાથી ડાયજેશન સંબંધિત સમસ્યા દૂર થશે અને સાથે જ સંક્રમણથી પણ બચાવ થશે. 


- ઘણી વખત એવું થાય છે કે ચા પીધા પછી કંઈ ખાઈ શકાતું નથી એટલે કે ભૂખ મરી જાય છે. પરંતુ જો તમે મીઠું ઉમેરીને ચા પીવાની શરૂઆત કરશો તો અનુભવશો કે તમારી ભૂખ પણ વધી છે કારણ કે મીઠું પાચન સંબંધિત સમસ્યાઓને ઠીક કરે છે અને પાચન સુધારે છે જેના કારણે ભૂખ ન લાગવાની સમસ્યા પણ દૂર થાય છે. 


આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં થતી સમસ્યાઓનો તોડ છે દાદીમાંના આ નુસખા, દવા કરતાં ઝડપથી કરે છે અસર


- મીઠામાં ઝીંક હોય છે. જે શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. જો તમે રોજની ચામાં ચપટી મીઠું ઉમેરીને પીશો તો ત્વચાની કરચલીઓ એકને જેવી સમસ્યાઓ ઓછી થઈ જશે. 


- જે લોકોને માઈગ્રેનની તકલીફ હોય તેમણે ચામાં મીઠું ઉમેરીને જ પીવી જોઈએ તેનાથી મગજ રિલેક્સ થાય છે અને સ્ટ્રેસ ફ્રી રહેવામાં મદદ મળે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)