VEGETABLES FOR EYES: આંખો માટે વરદાન સમાન છે આ શાકભાજી, દૂર થઈ જશે આંખોના ચશ્મા
BEST FOOD FOR EYE HEALTH: અત્યારે દર 10 વ્યક્તિમાંથી 7 વ્યક્તિ ચશ્માવાળી જોવા મળે જ, સતત મોબાઈલ સાથે રાખવો, ટેલેવિઝન અને પોષણક્ષમ ભોજન ન લેવાના કારણે આંખો પર ચશ્મા લાગી જતા હોય છે. જો તમે આ વસ્તુઓને ભોજનમાં સામેલ કરશો તો આંખોના ચશ્મા હટાવવામાં મદદરૂપ થશે..
BEST FOOD FOR EYE HEALTH: છેલ્લા ઘણા વર્ષોથી લોકોની આંખોની દ્રષ્ટિ વધારે સારી રહી નથી. આજથી બે દાયકા પહેલા માત્ર વૃદ્ધોની આંખો પર ચશ્મા જોવા મળતા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આંખો નબળી પડવાની ઉંમર ઘણી ઓછી થઈ ગઈ છે અને તે ચિંતાનો વિષય છે. હવે તો 8 થી 10 વર્ષના બાળકોની આંખોમાં ચશ્મા જોવા મળે છે.
અસ્વસ્થ આંખો ન માત્ર તેજ ઓછું કરે છે પરંતુ મોતિયા જેવી સમસ્યા પણ ઉભી કરી દે છે. આંખોની સારસંભાળ ખૂબ જરૂરી છે. આવામાં તમારે એવા પોષક તત્વો વાળો ખોરાક લેવો જોઈએ જે તમારી આંખો માટે ખૂબ ફાયદાકારક હોય. જાણીએ, આંખો માટેના ફૂ઼ડ વિશે જે લાભદાયી છે.
વિટામીન A,C અને E વાળો ખોરાક
American Optometric Associationના રિપોર્ટ મુજબ આંખોને મોતિયાની બિમારીથી દૂર રાખવા માટે વિટામીન A,C અને Eથી ભરપૂર વસ્તુઓ તમારા આહારમાં લેવી જોઈએ. તેના માટે તમે ખાટા ફળો, બદામ, સીડ્સને તમારા ડાયટમાં સામેલ કરવું જોઈએ.
આ પણ વાંચો:
Mahindra Scorpio લઈને ફરવા ગયેલા વ્યક્તિની ઈચ્છા પર ફરી ગયુ પાણી, જુઓ વીડિયો
LUXURIOUS BUNGLOWS: ટાટા, બિરલા અને અંબાણી આલીશાન બંગલા પરથી નથી હટતી લોકોની નજર
શું તમને PM કિસાન યોજનાના 2,000 રૂપિયા નથી મળ્યા? આ નંબર પર કોલ કરીને કરો ફરિયાદ
પાણી પીવામાં કંજૂસી નહીં
નિષ્ણાતોના મત પ્રમાણે શરીરમાં પાણીની ઘટ એટલે કે ડિહાઈડ્રેશન થવાની અસર આંખો પર જોવા મળે છે. પાણીની શરીરમાં ઘટ રહેવાના કારણે આંખોની માંસપેશીઓ કમજોર થઈ જાય છે અને તેનાથી આંખોનું તેજ ઓછું થઈ જાય છે. આંખોનું તેજ જાળવી રાખવા પર્યાપ્ત પ્રમાણમાં પાણી દરરોજ પીતું રહેવું જોઈએ.
લીલા પાંદડાવાળા શાકભાજી
લીલા પાંદડાવાળા શાકભાજી વિટામીન અને ખનીજ તત્વોથી ભરપૂર હોય છે, જે આરોગ્ય માટે સંપૂર્ણપણે ફાયદાકારક હોય છે. The Academy of Nutrition and Dieteticsના રિપોર્ટ અનુસાર લીલા પાંદડાવાળા શાકભાજીમાં બીટા-કૈરોટીન, વિટામીન, lutein અને zeaxanthin હોય છે, જે આંખોને હાનિકારક કિરણો અને રેડિયેશનથી બચાવવામાં મદદ કરે છે.
સ્વસ્થ આંખો માટે આ બાબતોનું ધ્યાન રાખો:
1. Beaver Dam Eye Study અનુસાર જાડાપણું પણ તમારા આંખોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે એનાથી આંખોની અંદરનો તણાવ વધી જાય છે. એટલા માટે નિષ્ણાંતોના મત મુજબ આંખોનું તેજ જાળવી રાખવા વજનને નિયંત્રણમાં રાખવું જોઈએ.
2. CDCના રિપોર્ટ અનુસાર જે લોકો ધૂમ્રપાન કરે છે, તેમની આંખો પણ નબળી પડે છે. ધૂમ્રપાન દ્રષ્ટિની કાયમી ખોટ માટેનું કારણ બની શકે છે. સંશોધન મુજબ, ધૂમ્રપાન કરનારા લોકોમાં મોતિયા જેવી આંખની સમસ્યાઓનું જોખમ બે ગણું વધારે છે.
આ પણ વાંચો:
અધિકારીઓ ફફડી ગયા! CM ભૂપેન્દ્ર પટેલે કરી ગાંધીનગરમાં આ કચેરીની સરપ્રાઈઝ વિઝિટ, પછી
સાત આતંકીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એનઆઈએ કોર્ટનો ચુકાદો
રાશિફળ 01 માર્ચ: આ જાતકોને આજે ગ્રહોનો વિશેષ સંયોગ ખુબ ફાયદો કરાવશે, સમૃદ્ધિ વધશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube