Health Tips: કોલેસ્ટ્રોલ, શુગર, સ્ટ્રેસ સહિત 5 બીમારી આ 1 ઉકાળો પીવાથી મટી જશે, જાણો કેવી રીતે બને
Health Tips: નાગર વેલના પાનનો ઉકાળો પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. જો તેનો ઉકાળો બનાવી તેનું સેવન કરવામાં આવે તો શરીરની 5 ગંભીર ગણાતી સમસ્યાથી મુક્તિ મળી જાય છે.
Health Tips: નાગર વેલના પાનનો ઉપયોગ મોટાભાગે પાન તરીકે ખાવામાં જ કરવામાં આવે છે. આ પાન જો તમે ફક્ત ચાવીને પણ ખાવ છો તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તેનાથી વિરુદ્ધ આ પાનમાં જો ચૂનો, કાથો, સોપારી, તમાકુ જેવી વસ્તુઓ ઉમેરીને તેને ખાવામાં આવે તો તે નુકસાન કરે છે. પાનનો ઉપયોગ આ રીતે કરવાને બદલે જો તમે તેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરો છો તો તે શરીર માટે હેલ્ધી સાબિત થાય છે. નાગરવેલના પાનમાંથી બનેલો ઉકાળો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ઉકાળો બ્લડ સુગર કંટ્રોલ કરવાથી લઈને શરદી ઉધરસની સમસ્યાને દૂર કરી શકે છે. જો તમે આ પાનનો ઉકાળો પીવાનું રાખો છો તો 5 સમસ્યાથી છુટકારો મળી જાય છે.
આ પણ વાંચો: Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
પાનનો ઉકાળો પીવાથી મટે છે આ સ્વાસ્થ્ય સમસ્યાઓ
1. આ પાનમાંથી તૈયાર કરેલો ઉકાળો પીવાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આ પાનમાં રહેલું યુજેનોલ હાઈ લિપિડ લેવલને કંટ્રોલ કરવાનો ગુણ ધરાવે છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. આ ઉકાળો પીવાથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ દૂર થઈ શકે છે.
2. આ પાનનો ઉકાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આ પાનમાં એન્ટી ડાયાબિટીક ગુણ હોય છે જે વધેલા બ્લડ સુગર લેવલને પણ ઘટાડી શકે છે. જો તમે શરીરમાં બ્લડ સુગર લેવલની ઘટાડવા માંગો છો તો આ ઉકાળાનું સેવન શરૂ કરો.
આ પણ વાંચો: કેન્સરથી લઈ સ્ટ્રોકના સંકેત જોવા મળે છે સૌથી પહેલા આંખમાં, આ લક્ષણોને ન કરો ઈગ્નોર
3. આ પાનનો ઉકાળો પીવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઓછી થાય છે. સાથે જ ફેફસામાં સોજા કે અન્ય સમસ્યા હોય તો તે પણ દૂર થઈ શકે છે. આ પાનમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે સોજાને ઘટાડવામાં પ્રભાવી છે.
4. આ પાનના ઉકાળાનું સેવન કરવાથી સ્ટ્રેસ અને એન્ઝાઈટી પણ ઓછી થઈ શકે છે. આ પાનનો ઉકાળો પીવાથી શરીરમાં કેટેકૉલ માઇન રિલીઝ થાય છે જે સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી સમસ્યાને ઘટાડી શકે છે.
આ પણ વાંચો: Roasted Chana: શેકેલા ચણા સાથે આ 3 વસ્તુ ભુલથી પણ ન ખાવી, ખાશો તો પડશો બીમાર
5. પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તો પણ આ પાનનો ઉકાળો પીવો જોઈએ. તેનાથી ગટ હેલ્થ સુધરે છે. આ પાનનો ઉકાળો પીવાથી પાચન સંબંધિત ગળબળ હોય તો તે પણ દૂર થાય છે પરિણામે અપચો, ગેસ, બ્લોટીંગ જેવી તકલીફો થતી નથી.
કેવી રીતે બનાવવો ઉકાળો ?
આ પણ વાંચો: Urine Infection: યૂરિન ઈંફેકશન મટી જશે દવા વિના, ચોખાના પાણીનો આ રીતે કરો ઉપયોગ
આ પાનનો ઉકાળો બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં બેથી ત્રણ પાનના ટુકડા કરીને ઉમેરો. ત્યાર પછી પાણીને ધીમા તાપે ઉકાળો. પાણી જ્યારે અડધું બચે ત્યારે તેને ગાળી અને ઠંડુ કરી લો ત્યારબાદ આ પાણીનું સેવન કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)