Bottle Gourd: આવી દૂધી શરીર માટે ઝેર સમાન, ઉપયોગ કરતા પહેલા બરાબર ચેક કરજો
Bottle Gourd: દૂધીમાં કેલેરી નહિવત હોય છે જેના કારણે આ શાક હાર્ટ પેશન્ટ, હાઈ બીપી, વધારે વજન ધરાવતા લોકો અને ડાયાબિટીસના દર્દીઓ માટે પરફેક્ટ વેજીટેબલ છે. દુધીના ફાયદા જેટલા ગણો એટલા ઓછા તેવું છે. પરંતુ આ પૌષ્ટિક દૂધી શરીર માટે ઝેર સમાન પણ સાબિત થઈ શકે છે.
Bottle Gourd: દુધી પૌષ્ટિક શાકભાજીમાંથી એક છે. દુધી મોટાભાગના લોકોને ભાવે છે. દૂધીમાંથી અલગ અલગ વાનગીઓ બને છે. એ વાતમાં કોઈ શંકા નથી કે દૂધી શરીરને અનેક ફાયદા કરે છે કારણ કે તેમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. દૂધીમાં મેગ્નેશિયમ, ફાઇબર, ઝીંક, વિટામીન સહિતના પોષક તત્વો હોય છે. સૌથી ખાસ વાત એ છે કે દૂધીમાં કેલેરી નહિવત હોય છે જેના કારણે આ શાક હાર્ટ પેશન્ટ, હાઈ બીપી, વધારે વજન ધરાવતા લોકો અને ડાયાબિટીસના દર્દીઓ માટે પરફેક્ટ વેજીટેબલ છે. દુધીના ફાયદા જેટલા ગણો એટલા ઓછા તેવું છે. પરંતુ આ પૌષ્ટિક દૂધી શરીર માટે ઝેર સમાન પણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ઘરે બનાવી લો આ આયુર્વેદિક મિશ્રણ, બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા નહીં ખાવી પડે દવા
તમારા મનમાં પણ પ્રશ્ન થતો હોય કે આવું કેવી રીતે થાય તો તમને જણાવી દઈએ કે જો દૂધી કડવી હોય તો તે ઝેર બની જાય છે. કડવી દૂધીમાં ઝેરી કમ્પાઉન્ડ હોય છે. કડવી સુધી જો ભૂલથી ખવાઈ જાય તો તે શરીરને ગંભીર નુકસાન કરે છે. તેથી સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે ભૂલથી પણ કડવી દૂધી ખાવી નહીં. જો કડવી દુધી ખવાય જાય તો વ્યક્તિને હોસ્પિટલના ચક્કર લગાવવા પડે છે.
કડવી દૂધી ખાવાથી થતા નુકસાન
આ પણ વાંચો: Spice: આ 7 મસાલા અડધો ડઝનથી વધુ રોગની છે દવા, જાણો કયો મસાલો કયા રોગમાં ઉપયોગી
ઉલટીઓ શરૂ થઈ જાય છે
પેટમાં દુખાવો થાય છે
પેટમાં તીવ્ર ગડબડ શરૂ થઈ જાય છે
ફૂડ પોઈઝનિંગનું રિસ્ક
ભયંકર ડાયરિયા થઈ શકે છે.
આ પણ વાંચો: Tulsi water: ખાલી પેટ તુલસીનું પાણી પીવાથી આ રોગ દવા વિના હંમેશ માટે થઈ જશે દૂર
કડવી દૂધી ભૂલથી ખવાઈ જાય તો ઉપર જણાવેલી સમસ્યાઓ થઈ શકે છે. કેટલાક કેસમાં દર્દીની હાલત ગંભીર પણ થઈ જાય છે. તેથી દૂધીનો ઉપયોગ કરતા પહેલા ખાસ ધ્યાન રાખવું. જો તમે નિયમિત દુધીનો રસ પણ પીતા હોય તો તેનો ઉપયોગ કરતા પહેલા દૂધીને ચેક કરી લેવી.
આ પણ વાંચો: સવારે ઉઠતાની સાથે જ ખાઈ લેવા પલાળેલા 5 અખરોટ, બેડ કોલેસ્ટ્રોલ સહિત આ સમસ્યા થશે દુર
દુધી કડવી છે કે નહીં તે તેને પકાવતા પહેલા જ ચેક કરી લેવું. ચેક કરવા માટે તમારે વધારે કોઈ કામ કરવાની જરૂર નથી. દુધીનો સમારવાની શરૂઆત કરો ત્યારે સૌથી પહેલા એક સ્લાઈસ કટ કરી તેને ચાખી લો. જો દુધી કડવી હશે તો જીભ ઉપર રાખ્યાની સાથે જ તમને કડવાશ નો અનુભવ થવા લાગશે. જો દૂધીમાં જરાક પણ કડવાશ લાગતી હોય તો દુધી ઉપયોગમાં લેવી નહીં. ઘણા લોકો એવું કરે છે કે દુધીને ઉપરથી થોડી કાપીને પછી ઉપયોગમાં લઈ લેતા હોય છે પરંતુ આવી ભૂલ કરવી નહીં. જો દુધી જરા પણ કડવી લાગે તો તે ખાવા લાયક હોતી નથી તેથી તેનો ઉપયોગ કોઈપણ રીતે કરવો નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)