Fever: તાવના કારણે પાણી પણ લાગે છે કડવું ? જીભનો સ્વાદ નોર્મલ કરી દેશે આ 3 વસ્તુઓ
Fever: તાવ આવે એટલે મોટાભાગના લોકો બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરવાના પ્રયત્નો કરે છે. જેનાથી તાવ તો મટી જાય છે પરંતુ જીભનો સ્વાદ કડવો જ રહી જાય છે. ઘણી વખત તાવ ઉતરી ગયા પછી પણ ખાવા પીવાની વસ્તુઓનો સ્વાદ કડવો જ લાગે છે.
Fever: તાવ કોઈપણ સિઝનમાં આવે છે. પરંતુ બદલતા વાતાવરણમાં જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને વારંવાર તાવ આવે છે. તાવમાં શરીર તપે છે અને સાથે જ ઘણી વખત જીભનો સ્વાદ પણ કડવો થઈ જાય છે. તાવ આવે એટલે મોટાભાગના લોકો બોડી ટેમ્પરેચરને મેન્ટેન કરવાના પ્રયત્નો કરે છે. જેનાથી તાવ તો મટી જાય છે પરંતુ જીભનો સ્વાદ કડવો જ રહી જાય છે. ઘણી વખત તાવ ઉતરી ગયા પછી પણ ખાવા પીવાની વસ્તુઓનો સ્વાદ કડવો જ લાગે છે. જો આવું થાય તો જીભનો સ્વાદ ફરીથી નોર્મલ કરવા માટે શું કરવું તે તમને જણાવીએ
તાવ પછી જીભનો સ્વાદ કેવી રીતે નોર્મલ કરવો ?
આ પણ વાંચો: Home Remedies For Diarrhea: ડાયેરિયાના કારણે હાલત ખરાબ થઈ જાય તે પહેલા કરી લો આ કામ
ટમેટાનો સૂપ
ટમેટાનો સૂપ પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. ટમેટાનો સૂપ શરીર માટે પણ ફાયદાકારક છે કારણ કે તે વિટામીન સીથી ભરપૂર હોય છે. ટમેટાનો સૂપ પીવાથી જીભનો કડવો સ્વાદ ઓછો થઈ જશે. સાથે જ તાવથી પણ રાહત મળશે. તાવ હોય ત્યારે દર 24 કલાકે એક કે બે કપ સૂપ પી લેવું.
આ પણ વાંચો: વરસાદી વાતાવરણમાં તમે પણ ચા-ભજીયા બે હાથે ખાતા હોય તો આ વાત તમારા માટે જાણવી જરૂરી
મીઠાના પાણીના કોગળા
ઉધરસ કે શરદી હોય ત્યારે જ નહીં પરંતુ તાવ આવ્યો હોય અને મોઢાનો સ્વાદ કડવો થઈ ગયો હોય ત્યારે પણ મીઠાના કોગળા કરવાથી ફાયદો થાય છે. હુંફાળા પાણીમાં મીઠું ઉમેરીને દિવસમાં બે થી ત્રણ વખત કોગળા કરી લેવાથી મોઢામાં ઉત્પન્ન થયેલા બેક્ટેરિયા નો નાશ થાય છે અને ટેસ્ટ સુધરે છે.
આ પણ વાંચો: આ 6 વસ્તુ ઉમેરેલું પાણી કામ કરે છે દવા જેવું, આ પાણી શરીરને રાખશે તંદુરસ્ત
એલોવેરા જ્યુસ
એલોવેરા જ્યુસનો ઉપયોગ પણ તાવ દરમિયાન કરી શકાય છે. તેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને શરીરને ફાયદો પણ થાય છે. એલોવેરા જ્યુસમાં એન્ટિઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ હોય છે જે મોઢાની કડવાશને દૂર કરવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)