Black Pepper With Ghee: ભારતીય ભોજનમાં જે પણ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે તે ફક્ત ભોજનનો સ્વાદ વધે તેના માટે જ નથી હોતી. રસોઈમાં ઉપયોગ થતા મસાલા અને અન્ય વસ્તુઓ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે તેથી તેમનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે. કેટલીક વસ્તુઓ તો એવી છે જેનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. ઔષધીય ગુણ ધરાવતી અનેક વસ્તુ દરેક ઘરના રસોડામાં હોય છે. જેમાંથી બે વસ્તુ છે ઘી અને મરી જેના ફાયદા વિશે આજે તમને જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ સસ્તુ વરસાદી ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, ઓછા ખર્ચે આપે છે ચમત્કારિક લાભ


ઘી અને મરી દરેક ઘરના રસોડામાં હોય છે અને તેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓમાં અલગ અલગ રીતે થતો હોય છે. આ બંને વસ્તુ તમે રસોઈમાં અનેક વખત ઉપયોગમાં લીધી હશે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને વસ્તુને એક સાથે ખાવામાં આવે તો તેનાથી બમણા ફાયદા થાય છે? કાળા મરીનો પાવડર અને ઘી એક સાથે મળે તો તે અદભુત ઔષધી બની જાય છે. આ વસ્તુનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. 


કાળા મરી અને ઘી સાથે ખાવાથી થતા ફાયદા 


આ પણ વાંચો: Cow milk: જાણો ગાયના દૂધથી બાળકોને થતા 5 જબરદસ્ત ફાયદા


પાચન સુધરશે 


જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય એટલે કે જેનું પાચનતંત્ર નબળું હોય તેમણે ઘી અને મરીનો ઉપયોગ ભોજનમાં તો કરવો જ જોઈએ તેની સાથે જ મરી પાવડરમાં ઘી ઉમેરીને રોજ ખાવું જોઈએ. તેનાથી પાચનતંત્ર મજબૂત થશે અને કબજિયાત જેવી તકલીફથી પણ રાહત મળશે. 


વજન ઘટાડવામાં અસરદાર 


આજના સમયમાં મોટાભાગના લોકો વધારે વજનથી પરેશાન જોવા મળે છે. કાળા મરીમાં ઘી ઉમેરીને આ મિશ્રણ રોજ ખાવામાં આવે તો વજન ઘટાડવામાં મદદ મળે છે. કાળા મરીમાં રહેલું પેપરીન નામનું તત્વ શરીરમાં જામેલા ફેટને ઘટાડવામાં મદદ કરે છે. જ્યારે ઘી શરીરને એનર્જી આપે છે. 


આ પણ વાંચો: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અસરકારક છે લસણવાળુ દૂધ, જાણો કેવી રીતે બનાવવું ?


માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે 


કાળા મરી મગજને તેજ રાખવામાં મદદ કરે છે. જ્યારે ઘીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ઘી અને મરીનું મિશ્રણ એક સાથે લેવાથી આંખને પણ ફાયદો થાય છે અને મગજને પણ લાભ થાય છે. 


સોજા દૂર થાય છે 


જો તમને શરીરમાં સોજાની સમસ્યા રહેતી હોય તો કાળા મરીના પાવડરમાં ઘી મિક્સ કરીને ખાવું. આ બંને વસ્તુમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. સાંધાના દુખાવાના દર્દીઓ માટે ઘી અને કાળા મરી સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. 


આ પણ વાંચો: વરસાદની ઋતુમાં મળતા અળવીના પાન છે ગુણોનો ખજાનો, ખાવાથી સુગર, બીપી રહેશે કંટ્રોલમાં


રોગપ્રતિકારક શક્તિ થશે મજબૂત 


દેશી ઘીમાં વિટામીન અને મિનરલ્સ હોય છે જે ઇમ્યુમ સિસ્ટમને મજબૂત કરે છે. તેનાથી શરીરને બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે. કાળા મરીમાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે જે ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે. 


કાળા મરી એનું સેવન કેવી રીતે કરવું ?


ઉપર જણાવ્યા અનુસારના ફાયદા મેળવવા હોય તો કાળા મરીને પીસી અને બારીક પાવડર બનાવી લો. હવે રોજ સવારે ખાલી પેટ એક ચમચી ઘીમાં એક ચપટી કાળા મરીનો પાવડર મિક્સ કરો અને તેને ચાટી જાઓ. રોજ સવારે બસ એક ચમચી આ મિશ્રણ લઈ લેવાથી ઉપર જણાવેલા ફાયદા 7 દિવસની અંદર જોવા મળશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)