Black Sesame: બ્લડ પ્રેશર માટે રામબાણ છે કાળા તલ, શિયાળામાં ખાશો તો આ પાંચ ફાયદા થશે તે નક્કી
Black Sesame: કાળા તલમાં પોલીસેચ્યુરેટેડ ફેટી એસિડ, ઓમેગા 6, ફાઇબર, આયરન અને મેગ્નેશિયમ હોય છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે મેન્ટલ હેલ્થ સુધારે છે. તેનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.
Black Sesame: શિયાળાની શરૂઆત થાય એટલે તલથી બનેલી વસ્તુઓનું સેવન કરવાની પણ શરૂઆત થઈ જાય છે. કારણ કે શિયાળામાં તલ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. તલ બે પ્રકારના હોય છે એક કાળા અને બીજા સફેદ. બંને તલનો ઉપયોગ અલગ અલગ વસ્તુઓમાં કરવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો કાળા તલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષક તત્વો બીમારીનું જોખમ ટાળે છે.
કાળા તલમાં પોલીસેચ્યુરેટેડ ફેટી એસિડ, ઓમેગા 6, ફાઇબર, આયરન અને મેગ્નેશિયમ હોય છે. તે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાની સાથે મેન્ટલ હેલ્થ સુધારે છે. તેનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.
આ પણ વાંચો: મહિલાઓ માટે વરદાન છે આ કાળી વસ્તુ, માસિક અને હોર્મોન્સ સંબંધિત સમસ્યા કરે છે દૂર
શિયાળામાં કાળા તલ ખાવામાં આવે તો કબજિયાતથી લઈને એસિડિટી સંબંધિત પાચનની સમસ્યાઓ મટી જાય છે. કાળા તલનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓને મટાડી શકાય છે. કારણ કે તેનાથી પાચન ક્રિયા સુધરે છે અને વર્ષો જૂની કબજિયાતની સમસ્યા પણ મટી જાય છે.
શિયાળામાં કાળા તલનું સેવન કરવાથી શરીરને જરૂરી કેલ્શિયમ મળે છે. તેના કારણે શિયાળામાં થતા સાંધાના દુખાવામાં રાહત થાય છે. જે લોકોને ગાઉટની સમસ્યા હોય તેમણે કાળા તલ ખાવા જોઈએ.
આ પણ વાંચો: હળદરની આ ગોળીઓ બનાવી કરી લો સ્ટોર, નિયમિત ખાવાથી ઠંડીમાં પણ શરીર રહેશે નિરોગી
શિયાળામાં કાળા તલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે. કાળા તલમાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે ઇમ્યુનિટી બુસ્ટ કરે છે અને વાયરલ બીમારીઓ સામે શરીરનું રક્ષણ કરે છે.
કાળા તલમાં મેગ્નેશિયમ વિટામીન બી6 ભરપૂર માત્રામાં હોય છે. જે મગજ માટે ફાયદાકારક છે. તેનાથી મેન્ટલ સ્ટ્રેસ દૂર થાય છે.
કાળા તલમાં જે પોષક તત્વો હોય છે તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને ગુડ કોલેસ્ટ્રોલને બુસ્ટ કરે છે. તેનું સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ થવાનું જોખમ ઘટી જાય છે.
આ પણ વાંચો: માથાથી પગ સુધીની અનેક સમસ્યાઓમાં લાભ કરે છે સુકુ નાળિયેર, ખાવાથી શરીરને થશે આ ફાયદા
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)