આ બ્લડ ગ્રૂપવાળાને સૌથી વધારે હોય છે હાર્ટ અટેક, કેન્સર અને મેમરી લોસનો ખતરો!
Blood Group Disease: બ્લડ ગ્રુપની હેલ્થ પર મોટી અસર પડે છે. લગભગ દરેક બ્લડ ગ્રુપવાળાને કોઈને કોઈ બીમારીનો ખતરો રહેતો જ હોય છે. જાણો તમારા બ્લડ ગ્રૂપ મુજબ તમને થઈ શકે છે કઈ બીમારીથી વધારે ખતરો...કયા બ્લડ ગ્રૂપવાળાને સૌથી વધારે છે હાર્ટ અટેકનો ખતરો?
Blood Group: નિષ્ણાતોની માનીએ તો આપણાં બ્લડ ગ્રૂપ પર પણ આપણાં શરીરનો ઘણો બધો આધાર હોય છે. અર્થાત કેટલીક બીમારીઓ થવી એ તમારા લોહી સાથે સંબંધિત હોય છે. તમારા બ્લડ ગ્રૂપ પર જે-તે બીમારીઓની અસર પડતી હોય છે. એકદમ સાદા શબ્દોમાં સમજીએ તો અમુક બ્લડ ગ્રૂપવાળાને અમુક પ્રકારની બીમારીનો ખતરો વધારે રહે છે. ત્યારે જાણી લો તમારા બ્લડ ગ્રૂપ મુજબ કઈ બીમારીનો ખતરો છે સૌથી વધારે...
જાણીને તમને ચોક્કસથી નવાઈ લાગશે પણ આ હહીકત છેકે, બ્લડ ગ્રુપની અસર તમારી હેલ્થ પર પણ પડે છે. દરેક બ્લડ ગ્રુપ એક ખાસ પ્રકારના રોગના જોખમથી ઘેરાયેલું હોય છે. કોઈકને એક તો કોઈકને બીજી બીમારીનું જોખમ હોય છે. કોઈને હાર્ટ અટેક તો કોઈને બ્રેન સ્ટોકનો ખતરો રહેલો હોય છે. આ બધી એવી બીમારી કે તકલીફ છે જેના કારણ પળવારમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.
જાણીએ કયા બ્લડ ગ્રૂપવાળાને હોય છે કઈ બીમારીનો ખતરો?
કેન્સરનો ખતરોઃ
અન્ય બ્લડ ગ્રુપની સરખામણીએ બ્લડ ગ્રુપ A વાળા લોકોને પેટનું કેન્સર થવાનું સૌથી વધુ જોખમ રહે છે.
હાર્ટ અટેકનો ખતરોઃ
હૃદયરોગના હુમલા અને હૃદયને લગતા રોગો પર બ્લડ ગ્રૂપની ઊંડી અસર પડે છે. એબીઓ જનીનને કારણે જે એ, બી અને એબી રક્ત જૂથવાળા લોકોમાં જોવા મળે છે. જો આ બ્લડ ગ્રુપના લોકો એવી જગ્યાએ રહે છે જ્યાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય તો તેમને અન્ય લોકોની તુલનામાં હાર્ટ એટેકનો ખતરો વધુ રહે છે.
એટલું જ નહીં, આ બ્લડ ગ્રુપના લોકોને કોરોનરી આર્ટરી ડિસીઝનો પણ ખતરો રહે છે, જે હૃદયને સખત અને ધમનીઓને પાતળી બનાવે છે. જેના કારણે હાર્ટ એટેક આવે છે.
બ્રેન ફંક્શન અને મેમરી લોસનો ખતરોઃ
ઓ બ્લડ ગ્રુપની તુલનામાં એ, બી અને એબી બ્લડ ગ્રુપવાળા લોકોને યાદશક્તિ ગુમાવવા અને મગજની કામગીરીને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ બ્લડ ગ્રુપમાં સ્ટ્રોકનો ખતરો રહે છે.
હાઈ બ્લડ પ્રેશરનો ખતરોઃ
સ્ટ્રેસનું કારણ કોર્ટિસોલ છે જે સ્ટ્રેસ હોર્મોન્સને વધારે છે. એ પ્રકારના બ્લડ ગ્રુપવાળા લોકોમાં કોર્ટિસોલનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે તેમને વધુ સ્ટ્રેસ હોય છે અને તેનો સામનો કરવો મુશ્કેલ હોય છે. હાઈબીપીનો ખતરો રહેલો હોય છે.
કેમ બ્લડ ગ્રૂપ પર થાય છે રોગચાળાની અસર?
લાલ રક્તકણોમાં ખાસ પ્રકારનું પ્રોટીન એન્ટિજેન હોય છે. જે તમારા બ્લડ ટાઇપને જણાવે છે. બ્લડ ગ્રુપ એ, બી, બી, એબી. જ્યારે એન્ટિજેન્સ શરીર માટે યોગ્ય ન હોય તેવી કોઈ વસ્તુના સંપર્કમાં આવે છે, જેમ કે બેક્ટેરિયા, ત્યારે તે રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે. આ પ્રતિસાદ એ જ રીતે છે કે શરીરમાં કેવી રીતે ખોટું બ્લડ ગ્રુપ દાખલ કરવામાં આવે છે. જેના કારણે લોહી ગંઠાઈ જવા લાગે છે. દરેક બ્લડ ગ્રુપના લોકોને અલગ-અલગ બીમારીઓનો ખતરો રહે છે. કયા બ્લડ ગ્રુપને કયા રોગોનું સૌથી વધુ જોખમ છે તે વિશે વધુ જાણો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)