Blood Sugar kam karne ke Upay: ડાયાબિટીસ એક એવી બીમારી છે જેની સારવાર સંભવ નથી. પરંતુ તેને નિયંત્રિત જરૂર કરી શકાય છે. તે માટે દવાઓની સાથે-સાથે જીવનશૈલીમાં ફેરફાર, ખાન-પાન અને વ્યાયામ પર વિષેશ ધ્યાન આપવું પડે છે. ઘણીવાર લોકોએ પોતાનું બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે ઇંસુલિનની દવા પણ લેવી પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ શું તમે જાણો છો કે બ્લડ સુગરને ઘણી સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. તે માટે તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. અહીં જણાવવામાં આવેલું ડ્રિંક પીવાથી તમે તમારા ફાસ્ટિંગ સુગરને 80–130 mg/dL સુધી રાખી શકો છો. 


સુગર કંટ્રોલ કરનાર ડ્રિંકઃ હીંગ પાણી
એક સ્ટડી અનુસાર હીંગનું પાણી પીવાથી ફાસ્ટિંગ બ્લડ સુગરને ઘટાડવામાં મદદ મળે છે. એટલું જ નહીં તે લોહીમાં ઇંસુલિન લેવલને પણ વધારવાનું કામ કરે છે, જેનાથી નેચરલ રૂપે સુગર કંટ્રોલ રહે છે. હકીકત, આવું હીંગના અર્કમાં રહેલ ફેનોલિક એસિડ અને ટેનિનને કારણે સંભવ થઈ શકે છે. 


આ પણ વાંચોઃ કોણે ખાવી જોઈએ વાસી રોટલી, ફાયદા જાણ્યા બાદ તમે તાજી રોટલી ખાતાં પહેલા વિચાર કરશો


હીંગનું પાણી તૈયાર કરવાની વિધિ
સૌથી પહેલા પાણીને એક તપેલીમાં નાખી સારી રીતે ઉકાળો. ત્યારબાદ તેમાં બે ચપટી હીંગ અને સ્વાદઅનુસાર કાળા નમક મિક્સ કરો. પછી આ પાણી પીવા લાયક ઠંડુ થાય તો સૂતા પહેલા પીલો.


હીંગનું પાણી પીવાના અન્ય ફાયદા
હીંગ એક એવો મસાલો છે તેનો ઉપયોગ ખાવામાં સ્વાદ વધારવા માટે જાય છે. તેમાં ઘણા ઔષધીય ગુણ પણ હોય છે. હીંગમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી, એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટી-બેક્ટીરિયલ ગુણ હોય છે. તે પાચનમાં મદદ કરે છે. ગેસની સમસ્યા દૂર કરે છે અને પેટના દુખાવામાં રાહત આપે છે.


Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.